7 મહિના વિરુદ્ધ 70 વર્ષઃ 'આપ' એ રજૂ કર્યુ માન સરકારના 7 મહિનાનુ રિપોર્ટ કાર્ડ
આમ આદમી પાર્ટી (AAP) સરકારના 7 મહિનાના કામકાજનુ રિપોર્ટ કાર્ડ રજૂ કરવામાં આવ્યુ. જાણો શું છે એમાં.
ચંદીગઢઃ આમ આદમી પાર્ટી (AAP) સરકારના 7 મહિનાના કામકાજનુ રિપોર્ટ કાર્ડ રજૂ કરતા કેબિનેટ મંત્રી અમન અરોરાએ રવિવારે કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે રાજ્યમાં અગાઉની સરકારો દ્વારા બનાવવામાં આવેલ ભ્રષ્ટાચાર અને માફિયા કલ્ચરને ખતમ કરીને રાજકારણના એક નવા યુગની શરુઆત કરી છે. AAP સરકારે રાજ્યનુ ખોવાયેલુ ગૌરવ પાછુ લાવવા માટે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટૉલરન્સની નીતિ અપનાવી છે.

અહીં પાર્ટી હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા મંત્રી અરોરાએ પંજાબને ભારે દેવામાં ધકેલવા માટે અગાઉની કોંગ્રેસ, શિઅદ અને ભાજપ સરકારોની ટીકા કરી અને કહ્યુ કે તેમના મોટાભાગના નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. AAP સરકારની સિદ્ધિઓનુ વર્ણન કરતાં મંત્રીએ કહ્યુ કે માન સરકારે સાત મહિનામાં ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા. જે અગાઉની સરકારો તેમના 70 વર્ષના શાસનમાં લેવામાં નિષ્ફળ રહી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચન મુજબ AAP સરકાર રોજગારી પેદા કરી રહી છે. સરકારે 9000 શિક્ષકોની સેવાઓને નિયમિત કરી છે અને બાકીના 28000 કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ વિભાગમાં ભરાયેલી વિવિધ કેડરની 2500 જગ્યાઓ તેમજ વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી 26,000 જગ્યાઓ ભરવા માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી છે.
તેમણે કહ્યુ કે સરકારે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે એન્ટી કરપ્શન હેલ્પલાઈન શરૂ કરી છે. માન સરકારની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ભ્રષ્ટ નેતાઓ પર કડક કાર્યવાહી છે. છેલ્લા સાત મહિનામાં રાજ્ય સરકારે 220થી વધુ પ્રભાવશાળી લોકો, વરિષ્ઠ રાજકારણીઓ અને અમલદારોની ધરપકડ કરી છે જેમણે પંજાબમાં લૂંટ ચલાવી હતી. જ્યારે તેમને અગાઉની સરકારો દ્વારા રક્ષણ આપવામાં આવતુ હતુ.
વળી, ગેંગસ્ટરોને ખતમ કરવા માટે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને ઘણા કુખ્યાત ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય મંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઘણા ખેડૂત હિતૈષી નિર્ણયો પણ લીધા છે. જેણે ખેડૂતોને 7275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના MSP ભાવે મગની ખરીદી કરીને ત્રીજો પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કર્યા.
તેમણે કહ્યુ કે પ્રથમ વખત ખેડૂતો માટે એક વખતના માપદંડ તરીકે ટ્યુબવેલ પર લોડ એસ્કેલેશન ચાર્જ રૂ. 4750થી ઘટાડીને રૂ. 2500 પ્રતિ HP કરવામાં આવ્યો છે. ભૂગર્ભ જળના ઘટાડાને ટાળવા માટે ડાંગરની સીધી વાવણી માટે પ્રતિ એકર 1500 રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. એ જ રીતે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 20નો વધારો કરીને રૂ.360થી રૂ.380 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા હતા. ઉનાળુ મગનો વિસ્તાર 54,363 એકરથી વધીને 1,28,495 એકર થયો છે. સરકારે ખરાબ હવામાન અને પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોના બાકી વળતરને પણ મંજૂરી આપી છે. શેરડીના ખેડૂતોના તમામ બાકી લેણા મંજૂર કરવામાં આવ્યા છે.
અરોરાએ જણાવ્યુ હતુ કે રાજ્યના લોકોને સમર્પિત 100 આમ આદમી ક્લિનિક્સ સામાન્ય માણસના ઘરઆંગણે મફત અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ખોલવામાં આવ્યા છે અને રાજ્યમાં 16 નવી મેડિકલ કૉલેજોની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કેન્સરના દર્દીઓની ઉચ્ચ ગુણવત્તાની સારવાર માટે મુલ્લાંપુરની ડૉ. હોમી ભાભા કેન્સર હોસ્પિટલનુ પણ ઉદ્ઘાટન કર્યુ છે. આ ઉપરાંત સરકારે ગેરકાયદેસર અતિક્રમણ પર કાર્યવાહી કરી કરોડોની કિંમતની પંચાયતની જમીન મુક્ત કરાવી છે. આ રકમ હવે સામાન્ય લોકોના કલ્યાણ માટે ખર્ચવામાં આવશે.
અકાલી દળ પર કટાક્ષ કરતા અરોરાએ કહ્યુ કે બાદલ સરકારમાં પણ કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઈ હતી પરંતુ તેઓ હિરોઈનો પર પૈસા ખર્ચતા હતા. માન સરકારે 'ખેડા વતન પંજાબ દિયા'નુ આયોજન કર્યુ છે અને યુવાનોને ડ્રગના દુષણથી દૂર રહેવા અને રમતગમતમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરવા ખેલાડીઓને 6 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. સરકારે કૉમનવેલ્થ ગેમ્સના અનેક સ્ટાર્સનુ સન્માન પણ કર્યુ હતુ.
કેબિનેટ મંત્રીએ પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીને આડેહાથ લીધા અને કહ્યુ કે પહેલા રાજ્યમાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હતા અને વીજળીનો લાભ માત્ર એક ચોક્કસ વર્ગને આપવામાં આવતો હતો પરંતુ હવે AAP સરકાર દરેક વર્ગને બિલિંગ ચક્ર દીઠ 600 યુનિટ વીજળી વિનામૂલ્યે આપી રહી છે. એટલુ જ નહીં તમામ પેન્ડિંગ બિલ પણ માફ કરી દેવામાં આવ્યા છે. પંજાબમાં ખાનગી ઑપરેટરોના એકાધિકારનો અંત લાવી AAP સરકારે દિલ્લી એરપોર્ટ પર રાજ્ય સંચાલિત વૉલ્વો બસો રજૂ કરી અને સમયપત્રકમાં પણ સુધારો કર્યો. જેણે રાજ્યની માલિકીના પરિવહનને નફાકારક બનાવ્યુ.












Click it and Unblock the Notifications
