પ્રિયંકા ગાંધી 28 કલાકથી વધુ સમય અટકાયતમાં, રાહુલ ગાંધીએ કહ્યું - તમે સાચા કોંગ્રેસી છો

ઉત્તર પ્રદેશ પોલીસે પ્રિયંકા ગાંધીને છેલ્લા 30 કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે. પોલીસ પ્રશાસને પ્રિયંકા ગાંધીને સીતાપુરના ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે. ગેસ્ટ હાઉસની બહાર પ્રિયંકાને સમર્થન આપવા માટે કોંગ્રેસના કાર્યકરોનો મેળાવડો છે

નવી દિલ્હી : લખીમપુરની ઘટનાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને છેલ્લા 30 કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે. પોલીસ પ્રશાસને પ્રિયંકા ગાંધીને સીતાપુરના ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે. ગેસ્ટ હાઉસની બહાર પ્રિયંકાને સમર્થન આપવા માટે કોંગ્રેસના કાર્યકરોનો મેળાવડો છે, જેઓ સતત વહીવટ સામે વિરોધ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી

બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં બેસીને ટ્વિટર દ્વારા પ્રિયંકા ગાંધીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. મંગળવારના રોજ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, જેમને કસ્ટડીમાં રાખવામાં આવી છે, તે કોઇથી ડરતી નથી - સાચી કોંગ્રેસી છે, હાર નહીં માને! સત્યાગ્રહ રોકાશે નહીં.

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું

બીજી તરફ પ્રિયંકા ગાંધી પણ સોમવારથી સતત ઉત્તર પ્રદેશ સરકાર પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. મંગળવારના રોજ એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, નરેન્દ્રમોદીજી, તમારી સરકારે મને કોઈ પણ FIR વગર 28 કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં રાખી છે, જ્યારે ખેડૂતોને કચડી નાખનારા વ્યક્તિની હજૂ સુધી ધરપકડ પણકરવામાં આવી નથી.

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીને કર્યા સવાલ

પ્રિયંકા ગાંધીએ એક વીડિયો પણ બહાર પાડ્યો છે, જેમાં લખીમપુરમાં બનેલી ઘટનાનો વીડિયો બતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે, જો તમે આજેલખનઉમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છો, પરંતુ તમે ખેડૂતોના આંસુ લૂંછવા માટે લખીમપુર જવાના છો? જ્યારે આ દેશની સરહદ પર લડતો સૈનિકઆપણા ખેડૂતનો પુત્ર છે. પ્રિયંકા ગાંધીએ વીડિયો અંગે સવાલ ઉઠાવ્યો કે, મને છેલ્લા ઘણા કલાકોથી કસ્ટડીમાં રાખવામાં આવી છે, પરંતુ ઉત્તર પ્રદેશના એક મંત્રીનાપુત્ર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કે મંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા નથી.

વિપક્ષના નેતાને લખીમપુર જતા રોકવામાં આવ્યા

વિપક્ષના નેતાને લખીમપુર જતા રોકવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી રવિવારની રાત્રે જ લખીમપુર જવા માંગતી હતી, પરંતુ સીતાપુરમાં પોલીસે તેને રોકી હતી. પ્રિયંકા અને પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્રદલીલ થઈ હતી, ત્યારબાદ તેને કસ્ટડીમાં રાખવામાં આવી છે. પોલીસ પ્રશાસને માત્ર પ્રિયંકા ગાંધીને જ નહીં પણ અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના સાંસદસંજય સિંહને પણ કસ્ટડીમાં રાખ્યા છે. આ સિવાય ઘણા વિપક્ષી નેતાઓને લખીમપુર જવાથી રોકવામાં આવ્યા છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયતનો વિરોધ

પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયતનો વિરોધ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની બહેન અને સહયોગી પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયતનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, પ્રિયંકા, હું જાણુંછું કે તમે ક્યારેય પીછેહટ કરશો નહીં - તેઓ તમારી હિંમતથી ડરે છે. ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં અમે દેશના અન્નદાતાને જીતાડીને જ રહીશું.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લખીમપુર ખીરીમાં દુઃખદાયક ઘટના પર સતત ટ્વીટ કરી રહ્યા છે. આ અગાઉ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, જેઆ અમાનવીય હત્યાકાંડ જોયા બાદ પણ ચૂપ છે, તેઓ પહેલેથી જ મરી પરવાર્યા છે, પરંતુ અમે આ બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ - કિસાન સત્યાગ્રહ જિંદાબાદ!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X