Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રિયંકા ગાંધીના નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર, કહ્યું-અગ્નિવીર યોજનાએ યુવાનોની ઉમ્મીદ તોડી

નરેન્દ્ર મોદી સરકાર તાનાશાહી રવૈયા સાથે કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ સતત હમલાવર છે. હવે પ્રિયંકા ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈને આકરા પ્રહાર કર્યા છે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ 19મી એપ્રિલ નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનમાં દિગ્ગજ નેતાઓની ગતિવિધિ વધી ગઈ છે.

Priyanka Gandhi

શનિવારે પીએમ નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાજસ્થાન પહોંચ્યા અને પ્રચાર કર્યો.

જયપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મને ખૂબ જ ખુશી અને ગર્વ છે કે રાજ્યસભાના સભ્ય બન્યા બાદ મારી માતા સોનિયા ગાંધી તમારા રાજ્યમાં આવ્યા છે. ગઈ કાલે અમે અમારો મેનિફેસ્ટો બહાર પાડ્યો.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ માટેનો ઢંઢેરો એક ન્યાય પત્ર છે. આ મેનિફેસ્ટો માત્ર ઘોષણાઓની યાદી નથી જેને આપણે ચૂંટણીઓ પછી ભૂલી જઈશું, પરંતુ તે એવા દેશનો અવાજ છે જે ન્યાય ઈચ્છે છે. આજે બેરોજગારી ચરમસીમાએ છે. બેરોજગારી દૂર કરવા સરકારે શું કર્યું? વચનો આપ્યા પણ પૂરા કર્યા નથી.

કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં વોટ કરવાની અપીલ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર અગ્નિવીર યોજના લાવી, જેના કારણે લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું. દરેક રાજ્યમાં પેપર લીક થઈ રહ્યા છે. ખેડૂતો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ પીએમ મોદી તેમની વાત સાંભળવા તૈયાર નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X