Live: રામલીલા મેદાનમાં આજે પીએમ મોદીની ધન્યવાદ રેલી

Live: રામલીલા મેદાનમાં આજે પીએમ મોદીની ધન્યવાદ રેલી

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાનૂન અને એનઆરસીને લઈ દિલ્હીમાં ઠેર-ઠેર થઈ રહેલ વિરોધ પ્રદર્શનો વચ્ચે રવિવારે રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરશે. જેના દ્વારા ભાજપ દિલ્હી વિધાનસભા ચૂંટણીનો શંખનાદ પણ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની 1731 અનધિકૃત કોલોનીઓને નિયમિત કરવાનો રસ્તો સાફ કરવા સંબંધી બિલ સંસદમાં પાસ કર્યા બાદ પીએ મોદીનો આભાર વ્યક્ત કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

modi rally

Dec 22, 2019, 3:54 pm IST

મોદીની લોકોને અપીલ, દિલ્હીના કોઈપણ વિસ્તારમાં રહો છો, ત્યાં આગલા એક અઠવાડિયા સુધી સફાઈનું અભિયાન શરૂ કરવામાં આવે. નવા વર્ષનું સ્વાગત વધુ સાફ દિલ્હીથી કરવામાં આવે.
Dec 22, 2019, 3:35 pm IST

રેલીમાં પીએમ મોદી બોલ્યા- દેશ માટે મથામણ કરતો રહીશ, કામ કરતો રહીશ.
Dec 22, 2019, 3:34 pm IST

રેલીમાં પીએમ મોદી બોલ્યા- અમે પાકિસ્તાન સાથે દોસ્તી કરી દગો નહિ.
Dec 22, 2019, 3:34 pm IST

કોંગ્રેસને એ વાતને લઈને વાંધો છે કે મોદીને દેશ આટલો પસંદ કેમ કરે છે? તેમણે કહ્યું કે સાઉદી અરબ, બહરીન, યૂએઈથી ભારતના સંબંધ સૌથી સારા છે.
Dec 22, 2019, 3:34 pm IST

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેમના સહયોગીઓને એ વાતનું પેટમાં દુખે છે કે આખરે મોદી આટલા મોટા આંતરરાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ દેશોનું સમર્થન કેવી રીતે મેળવી રહ્યા છે.
Dec 22, 2019, 2:56 pm IST

પીએમ મોદીએ કહ્યું કે મારા પુતળાને ભલે ગમે તેટલાજૂતા મારી લો પરંતુ દેશની સંપત્તિ ના સળગાવો.
Dec 22, 2019, 2:56 pm IST

પીએમ મોદીએ કહ્યું કે સ્કૂલ બસો પર હુમલા થયા, ટ્રેનો પર હુમલા થયા, મોટરસાઈકલ, ગાડીઓ, સાઈકલ, નાની-નાની દુકાનો સળગાવવામાં આવી, ભારતના ઈમાનદાર ટેક્સપેયરના પૈસાથી બનેલ સરકારી સંપત્તિ ખાખ કરી દેવામાં આવી છે. જે બાદ તેમના ઈરાદા કેવા છે એ દેશ જાણી ચૂક્યો છે.
Dec 22, 2019, 2:56 pm IST

પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ આ વાત નથી પચાવી શકતું કે નરેન્દ્ર મોદી બીજીવાર જીતીને કેવી રીતે આવી ગયા.
Dec 22, 2019, 2:49 pm IST

વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે, ડર અને અરાજકતાના માહોલમાં ધકેલવાની કોશિશ કરવામાં આવી રહી છે.
Dec 22, 2019, 2:49 pm IST

આયુષ્માન યોજનામાં 70 લાખ લોકોનો ઈલાજ કરવામાં આવ્યો, શું કોઈનો ધર્મ પૂછવામાં આવ્યો.
Dec 22, 2019, 2:41 pm IST

આ લોકોએ દિલ્હીના સૌથી આલિશાન અે સૌથી મોંઘા વિસ્તારોમાં 2 હજારથી વધુ બંગલા, ગેરકાયદેસર રીતે પોતાના સંબંધીને આપી રાખ્યા હતા. અમે એ ખાલી કરાવ્યા, તેમને તેમના વીઆઈપી મુબારક હો, મારા વીઆઈપી તમે છો.
Dec 22, 2019, 2:36 pm IST

તેમણે કહ્યું કે કેટલાક બેશરમ લોકો ધીમી ગતિથી કામ કરતા લટકાવી રાખતા હતા, પીએમ મોદીએ કહ્યું કે પાછલી સરકારે દિલ્હીવાળાઓની સમસ્યાઓને ક્યારેય ઈમાનદારીથી ઉકેલી નથી
Dec 22, 2019, 2:35 pm IST

પીએમ મદીે કહ્યું કે સમસ્યાઓને લટકાવી રાખવા અમારા સંસ્કાર નથી.
Dec 22, 2019, 2:09 pm IST

પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીના લોકોને સંપૂર્ણ અધિકાર મળ્યો છે, તેમણે કહ્યું કે આઝાદીના આટલા દશકા બાદ આટલી મોટી વસ્તીને અનિશ્ચિતતા, ડર, છળ, કપટ અને ઝૂઠા ચૂંટણી વાદાથી પસાર થવું પડ્યું છે.
Dec 22, 2019, 2:08 pm IST

પીએમ મોદીએ કહ્યું કે 40 લાખ લોકોના જીવનમાં નવી સવાર આવી છે.
Dec 22, 2019, 2:08 pm IST

દિલ્હીના રામલીલા મેદાનમાં લોકોને સંબોધિત કરી રહ્યા છે પીએમ મોદી, ભાષણની શરૂઆતમાં બોલ્યા- વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા
Dec 22, 2019, 1:53 pm IST

દિલ્હીના રામલીલા મેદાનમાં પીએમ મોદીની રેલીમાં પહોંચેલા લોકોએ સીએએના સમર્થનમાં પોસ્ટર દેખાડ્યાં
Dec 22, 2019, 1:30 pm IST

દિલ્હી અમારી મા છે અને અમે માને નુકસાન નહિ થવા દઈએ. યમુના મૈય્યા કી જય, દિલ્હી મૈય્યા કી જયઃ મનોજ તિવારી
Dec 22, 2019, 1:29 pm IST

તમારા લોકોનો આશિર્વાદ ભાજપને મળશે અને અમે દિલ્હીમાં સરકાર બનાવશુંઃ ગૌતમ ગંભીર
Dec 22, 2019, 1:29 pm IST

બસોમાં પગ રાખવાની જગ્યા નથી. સાફ હવામા શ્વાસ લઈ શકીએ છીએ. શું આપણે આવા પ્રકારની દિલ્હી ઈચ્છીએ છીએઃ ગૌતમ ગંભીર
Dec 22, 2019, 1:28 pm IST

જેવી રીતે િલ્હીમાં બે દિવસ તણાવ રહ્યો અને કેટલીક પાર્ટીએ લોકોને ભડકાવી માહોલ ખરાબ કર્યો, પરંતુ આજની રેલીએ જણાવી દીધું કે દિલ્હીના લોકો વિકાસ ઈચ્છે છે ઝઘડો નહિઃ વિજય ગોયલ
Dec 22, 2019, 1:28 pm IST

ભાજપ જે કહે છે તે કરે છે, આ આ અમારી ઓળખ છે આ જ અમારો મંત્ર છેઃ મનોજ તિવારી
Dec 22, 2019, 12:59 pm IST

થોડી વારમાં જ દિલ્હીના રામલીલા મેદાનમાં આભાર રેલીને સંબોધિત કરશે પીએમ મોદી
Dec 22, 2019, 10:59 am IST

રામલીલા મેદાનમાં બપોરે 12.45 વાગ્યે પીએમ મોદીનું સંબોધન
Dec 22, 2019, 10:59 am IST

પીએમ મોદીની રેલીને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા
Dec 22, 2019, 10:09 am IST

રામલીલા મેદાનમાં સવારે 11 વાગ્યે એક રેલી આયોજિત કરી છે.
Dec 22, 2019, 10:09 am IST

ધન્યવાદ મોદી રેલીમાં પીએમ મોદી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના અભિયાનનું બિગુલ ફૂંકશે
Dec 22, 2019, 10:09 am IST

પાર્ટીએ રવિવારે રામલીલા મેદાનમાં આયોજિત પાર્ટીની રેલીમાં બે લાખની ભીડ એકઠી થવાનો દાવો કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X