નરેન્દ્ર મોદીને પીએમ પદેથી ઉતારવાની તૈયારી? શું છે ભાગવત-યોગીની ખાનગી બેઠકોનો અર્થ?
નરેન્દ્ર મોદી-અમિત શાહના લોકશાહી વિરોધી અહંકારી વર્તનનો રેલો આરએસસ સુધી પહોંચ્યો છે. હવે આરએસએસે જાહેરમાં આચોલના કરવા સિવાય ખાનગી રાજનીતિ પણ શરૂ કરી છે.
લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં બીજેપીની હાર વચ્ચે સમાચાર છે કે આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે ગોરખપુરમાં કથિત રીતે બંધ બારણે બે બેઠકો યોજી છે. આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી.

અહેવાલો અનુુસાર, આદિત્યનાથ પ્રથમવાર ભાગવતને શનિવારે બપોરે કેમ્પિયરગંજ વિસ્તારની એક શાળામાં મળ્યા. મોહન ભાગવત અહીં સંઘના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથ અને મોહન ભાગવત વચ્ચે બીજી બેઠક પાકીબાગ વિસ્તારના સરસ્વતી શિશુ મંદિરમાં લગભગ 8:30 વાગ્યે થઈ.
ચર્ચા છે કે મોહન ભાગવતની આ મુલાકાત નિયમિત નથી. ત્રણ દાયકાથી સંઘ સાથે જોડાયેલા એક વરિષ્ઠ બીજેપી નેતાનું કહેવું છે કે ભાગવત ઉત્તર પ્રદેશમાં હાર પાછળના મુખ્ય કારણો અંગે આદિત્યનાથ સાથે ચર્ચા કરવા જઈ રહ્યા હતા. શક્ય છે કે આ બંને બેઠક આ જ કારણોસર થઈ હોય.
ભાજપ યુપીમાં સૌથી મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગતું હતું પરંતુ પરિણામો તેનાથી વિપરીત રહ્યાં. અહીં 80 બેઠકોમાંથી ભાજપને માત્ર 33 બેઠકો મળી છે. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 71 સીટો જીતી હતી અને 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 62 સીટો જીતી હતી. બીજી તરફ યુપીમાં ઈન્ડિયા એલાયન્સે 43 સીટો જીતી છે. તેમાંથી સપાએ 37 અને કોંગ્રેસે 6 બેઠકો જીતી છે.
યુપીમાં સૌથી ચોંકાવનારા પરિણામો અયોધ્યાના રહ્યાં. ભાજપ અયોધ્યા રામ મંદિરના આધારે સમગ્ર દેશમાં સારા પરિણામોની અપેક્ષા રાખતી હતી પરંતુ પાર્ટીએ અયોધ્યા વિભાગની મોટાભાગની બેઠકો ગુમાવી દીધી. અયોધ્યા રામ મંદિર જે અંતર્ગત આવે છે તે ફૈઝાબાદ સીટ પર બીજેપીની શરમજનક હાર થઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
