પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પરથી પૃથ્વી પર ગુડ ન્યૂઝ મોકલ્યા, જાણો શું લખ્યુ મેસેજમાં?
ભારતનું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર એક પછી એક રિસર્ચ કરી રહ્યું છે અને તેના ડેટા પૃથ્વી પર મોકલી રહ્યું છે. હવે પ્રજ્ઞાન રોવરે તેની કામગીરી વચ્ચે પૃથ્વી પર એક ગુડ ન્યૂઝ મોકલ્યા છે.
પ્રજ્ઞાન રોવરે પૃથ્વીવાસીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સુંદર મેસેજ મોકલ્યો છે. આ મેસેજમાં જણાવ્યુ છે કે તે પોતાનું કામ સારી રીતે કરી રહ્યું છે. ઇસરોએ પ્રજ્ઞાન રોવરના આ સંદેશ વિશે સત્તાવાર રીતે માહિતી આપી છે, જેમાં આવનારી ઘણી સારી બાબતોનો સંકેત છે.

ઈસરોએ મંગળવારે સાંજે પ્રજ્ઞાન રોવરની તસવીર સાથે તેના ટ્વિટર અથવા એક્સ હેન્ડલ પર આ મેસેજ શેર કર્યો. આ મેસેજમાં લખ્યુ છે કે, હેલો પૃથ્વીવાસીઓ! ચંદ્રયાન-3 થી પ્રજ્ઞાન રોવર. હું આશા રાખું છું કે તમે લોકો સારા હશો. હું દરેકને જણાવવા માંગુ છું કે હું ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવાના મારા માર્ગ પર છું. હું અને મારો મિત્ર વિક્રમ એકબીજાના સંપર્કમાં છીએ. અમારી તબિયત સારી છે. શ્રેષ્ઠ ટૂંક સમયમાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે, પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર લગભગ 8 મીટર ચાલ્યુ છે. આ સફર વચ્ચે તેના રસ્તામાં એક મોડો ખાડો આવી ગયો હતો.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે પ્રજ્ઞાનનો અર્થ છે જ્ઞાન અથવા બુદ્ધિ. છ પૈડાવાળા રોવર પ્રજ્ઞાનની મુખ્ય જવાબદારી ચંદ્રની માટીનું વિશ્લેષણ કરવાની છે. ચંદ્ર પર વિક્રમ લેન્ડરના લેન્ડિંગ પછી પ્રજ્ઞાન રોવર તેની આસપાસ ફરી રહ્યું છે અને ડેટા ઈસરોને મોકલી રહ્યું છે.
પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર હાજર ધૂળ અને પથ્થરોની રાસાયણિક રચના તપાસશે અને તેના ભૂસ્તરશાસ્ત્ર અને વાતાવરણ વિશે ડેટા એકત્રિત કરશે. બીજી તરફ વિક્રમ લેન્ડર પાસે 4 વૈજ્ઞાનિક પેલોડ છે. આ સાધનોનું કાર્ય ચંદ્ર પર થતા ધરતીકંપ, તેની સપાટીના થર્મલ ગુણધર્મો, સપાટીના પ્લાઝ્મામાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાનું છે.
Hello earthlings! This is #Chandrayaan3's Pragyan Rover. I hope you're doing well. I want to let everyone know that I'm on my way to uncover the secrets of the Moon 🌒. Me and my friend Vikram Lander are in touch. We're in good health. The best is coming soon...#ISRO pic.twitter.com/ZbIgvy22fv
— ISRO InSight (@ISROSight) August 29, 2023
પ્રજ્ઞાન અને વિક્રમે આ બધું કામ ચંદ્ર દિવસ દરમિયાન જ પૂરું કરવાનું છે. એક વખત રાત થઈ જશે જ્યારે ફરી દિવસ થશે તો બન્ને કેટલા કામ કરશે તે દાવા સાથે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.












Click it and Unblock the Notifications
