Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓડિશા-તમિલનાડુમાં રાજકીય શોક જાહેર, સ્ટાલિન સરકાર મૃતકોના પરિવારને આપશે 5 લાખ વળતર

ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલ્વે સ્ટેશન નજીક કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માતમાં લગભગ 261 લોકોના મોત થયા હતા. આઝાદી પછીના સૌથી ભયાનક ટ્રેન અકસ્માતોમાં તેની ગણતરી કરવામાં આવી છે. વડાપ્રધાનથી લઈને રાજ્યના સીએમ સુધી બધાએ શોક વ્યક્ત કર્યો છે.

MK Stalin

આજે અકસ્માતની તસવીરો જોઈને દેશના દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ છે. આ દરમિયાન ઓડિશા અને તમિલનાડુમાં પણ એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે સરકારના તમામ કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને જાહેરાત કરી છે કે તમિલનાડુમાં મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને તમિલનાડુ સરકાર દ્વારા ઘાયલોને એક-એક લાખ રૂપિયા આપવામાં આવશે. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે વધારાના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

બન્યું એવું કે અકસ્માતની થોડી મિનિટો પહેલાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેને ખોટો ટ્રેક પકડી લીધો હતો. જેના કારણે આટલો મોટો અકસ્માત થયો હતો. સિગ્નલિંગ કંટ્રોલ રૂમના પ્રાથમિક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આ અકસ્માતને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આજે એટલે કે શનિવારે પીએમ મોદી ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવાના હતા. પરંતુ, ઓડિશામાં થયેલા દુ:ખદ અકસ્માતને ધ્યાનમાં રાખીને સમારોહ રદ કરવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X