કંગનાએ પીએમ મોદીના કંઈક આ રીતે કર્યા વખાણ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પીએમ મોદી માટે એક નિવેદન આપ્યું છે. આ નિવેદન ઘ્વારા સાફ થઇ ગયું છે કે કંગના પણ પીએમ મોદીને સપોર્ટ કરે છે.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પીએમ મોદી માટે એક નિવેદન આપ્યું છે. આ નિવેદન ઘ્વારા સાફ થઇ ગયું છે કે કંગના પણ પીએમ મોદીને સપોર્ટ કરે છે. પોતાના આ નિવેદનમાં કંગના લોકસભા 2019 ઈલેક્શન વિશે વાત કરી રહી છે. કંગનાએ મોદી સરકાર વિશે વાત કરતા કહ્યું કે, કોઈ પણ દેશને ખાડામાંથી કાઢવા માટે પાંચ વર્ષ ખુબ જ ઓછા છે. આપણે જાણીયે છે કે દેશ ખાડામાં છે અને તેને બહાર કાઢવાની જરૂર છે, તેના માટે પાંચ વર્ષ કાફી નથી. કંગનાએ જણાવ્યું કે મોદી પીએમ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે.

kangana ranaut

પીએમ મોદી વિશે વાત કરતા કંગનાએ કહ્યું કે તેઓ સૌથી વધુ યોગ્ય વ્યક્તિ છે. એવું નથી કે તેઓ તેમના માતાપિતાની મદદ ઘ્વારા અહીં પહોંચ્યા છે પરંતુ તેઓ ખુબ જ સંઘર્ષ કરીને અહીં આવ્યા છે. તેઓ એટલા માટે સૌથી વધારે યોગ્ય છે. તેઓ યોગ્ય હોવાની સાથે સાથે ખુબ જ ભારે પરિશ્રમ ઘ્વારા તેમને પોતાને અહીં સુધી પહોંચાડ્યા છે. પ્રધાનમંત્રી તરીકે તેમના ભરોસા પર કોઈ જ શંકા નહીં કરી શકાય.

કંગનાના આવા તેવર ઘ્વારા એવા પણ સવાલો ઉભા થઇ રહ્યા છે કે કંગના વર્ષ 2019 લોકસભા ઈલેક્શન દરમિયાન ઈલેક્શન લડી શકે છે અથવા બીજેપી માટે કેમ્પેઇન પ્રચાર પણ કરી શકે છે. પરંતુ હજુ સુધી કંગનાએ આ બાબતે કોઈ જાણકારી આપી નથી. આપણે જણાવી દઈએ કે કંગના રનૌત "ચાલો જીતે હૈ" ફિલ્મની સ્પેશ્યલ સ્ક્રીનીંગમાં જોડાઈ હતી. આ દરમિયાન તેમને મીડિયા સાથે વાતચીત કરીને પીએમ મોદી અને મોદી સરકાર અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X