'ગંભીર ચિંતાનો વિષય', રાહુલ-કેજરીવાલ માટે 'પાકિસ્તાની સમર્થન', પીએમ મોદીએ ઉઠાવ્યા ઘણા સવાલ
Lok Sabha Election: પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના સમર્થનમાં પૂર્વ પાકિસ્તાની મંત્રીની પોસ્ટ પર ચિંતા વ્યક્ત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનને સમર્થન આપતી પોસ્ટ વિશે કહ્યું હતું કે તે "ગંભીર ચિંતાનો વિષય છે અને તેની સંપૂર્ણ તપાસની જરૂર છે."
સમાચાર એજન્સી IANSને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું, "મને સમજાતું નથી કે લોકોના એક જૂથને, જે દેખીતી રીતે જ આપણી સામે દુશ્મની ધરાવે છે, તેમને પાકિસ્તાનનું સમર્થન કેમ મળે છે, ત્યાંથી અમુક ચોક્કસ લોકો માટે સમર્થનનો અવાજ શા માટે ઉઠાવવામાં આવે છે?"

તેમણે કહ્યું કે ભારત એક પરિપક્વ લોકશાહી છે અને આવી 'ઉશ્કેરણી' ગંભીર ચિંતાનો વિષય છે અને તેની સંપૂર્ણ તપાસની જરૂર છે. તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની કેબિનેટમાં મંત્રી રહેલા પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ (રાહુલ ગાંધી) ભાજપ અને પીએમ મોદીની ટીકા કરી રહ્યા હતા. વીડિયો શેર કરતી વખતે ફવાદે X પર લખ્યું હતું, "રાહુલ ઓન ફાયર".
જ્યારે શનિવારે, લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન, ચૌધરીએ અરવિંદ કેજરીવાલ દ્વારા પોસ્ટ કરેલો ફોટો ફરીથી શેર કર્યો અને લખ્યું, "શાંતિ અને સૌહાર્દ નફરત અને ઉગ્રવાદની શક્તિઓને હરાવી શકે. #MorePower#IndiaElections2024." જો કે, દિલ્હીના મુખ્યમંત્રીએ આકરી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ભારત પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે અને પાકિસ્તાની નેતાને સમર્થન આપતા ટ્વીટની જરૂર નથી.
ચૌધરીની પોસ્ટનો જવાબ આપતાં દિલ્હીના સીએમ કેજરીવાલે લખ્યું કે, "ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો તેમના મુદ્દાઓને ઉકેલવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. તમારા ટ્વીટની કોઈ જરૂર નથી. પાકિસ્તાનની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. તમે તમારા દેશની સંભાળ રાખો."
પીએમ મોદીએ વચેટિયાઓને છૂટ આપવા બદલ રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યુ હતુ કે, "અમારી સરકારે અત્યાર સુધીમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આશરે રૂ. 38 લાખ કરોડ સીધા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે."
તેમણે વધુમાં કહ્યું, "જો આપણે રાજીવ ગાંધી સરકારના સમયની વાત કરીએ (જ્યારે 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા લક્ષિત લાભાર્થીઓ સુધી પહોંચતા હતા) તો વચેટિયા લગભગ 25-30 લાખ કરોડ રૂપિયા પડાવી લેતા હતા." તેમના શાસનમાં ટેક્નોલૉજી પરના ભારને સમજાવતા પીએમ મોદીએ કહ્યું કે તે રેકોર્ડને પારદર્શક અને વહીવટને વધુ કાર્યક્ષમ બનાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
