ટ્રમ્પના 50% ટેરિફ પર PM મોદીનું મોટું નિવેદન, કહ્યું- ખેડૂતોના હિતો સાથે સમાધાન કરીશું નહીં

PM Modi On Amid Trump Tariff Tirade: PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો જડબાતોડ જવાબ આપ્યો હતો. PM મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા સાથે તેલ વેપાર માટે ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી. આ વધારાના 25% ટેરિફ સાથે અમેરિકાએ હવે ભારત પર કુલ 50% ટેરિફ લાદ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે ભારતમાંથી આયાત થતા માલ પર 25% ટેરિફની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર અલગ દંડ લાદશે. ત્યારબાદ તેમણે બુધવારે રશિયા સાથે વેપાર કરવા બદલ અલગ દંડ તરીકે ભારત પર અલગ 25% ટેરિફ લાદ્યો હતો.

PM Modi On Amid Trump Tariff Tirade

ખેડૂતો-પશુપાલકો અમારી પ્રાથમિકતા- PM મોદી

PM નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક પરિષદમાં ભાગ લેતા કહ્યું હતું કે ખેડૂતોનું હિત ભારતની ટોચની પ્રાથમિકતા છે. PM મોદીએ કહ્યું કે ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. PM મોદીએ કોન્ફરન્સમાં કહ્યું હતું, 'જો મારે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે કિંમત ચૂકવવી પડે તો હું તેના માટે તૈયાર છું.'

ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભારત પર વધુ પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યા પછી પણ સંતુષ્ટ નથી. તેમણે કહ્યું છે કે તેઓ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર ગૌણ પ્રતિબંધો પણ લાદશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના સંદર્ભમાં ચીનની ખૂબ નજીક છે અને હવે તેણે 25% વધારાના ટેરિફ સાથે 50% ટેરિફ ચૂકવવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X