PM મોદી-નેતન્યાહૂની પ્રેસ કોન્ફરન્સ, 9 કરારો પર હસ્તાક્ષર
પીએમ મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે હૈદ્રાબાદ હાઉસમાં લગભગ અઢી કલાકની બેઠક થઇ હતી અને એ પછી બંને નેતાઓએ સાથે પત્રકાર પરિષદ કરી હતી.
પીએમ મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે હૈદ્રાબાદ હાઉસમાં લગભગ અઢી કલાકની બેઠક થઇ હતી અને એ પછી બંને નેતાઓએ સાથે પત્રકાર પરિષદ કરી હતી. સૌ પહેલા બંને દેશો વચ્ચે કુલ 9 કરારો પર હસ્તાક્ષર થયા અને એ પછી પીએમ મોદીએ હિબ્રૂમાં બોલી ઇઝરાયલના વડાપ્રધાવ બેન્જામિન નેતન્યાહૂનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, નેતન્યાહૂનું સ્વાગત કરી ખુશી થઇ છે અને આજની આ બેઠ બંને દેશોના પ્રયત્નોને ખૂબ ઊંચાઇ સુધી લઇ જવાનું કામ કરશે.

પીએમ મોદીએ કહ્યું...
તેમણે આગળ કહ્યું કે, મને ખુશી છે કે. ઇઝરાયલના પીએમનું સ્વાગત કરવાની મને તક મળી. અમારી કાલ અને આજની મુલાકાતઆ વર્ષના કેલેન્ડરની ખાસ શરૂઆત છે. અમે અમારા પહેલા નિર્ણયોને કાર્યાન્વિત કરવા માટે પૂરો પ્રયત્ન કર્યો છે અને એનું પરિણામ પણ જમીન પર જોવા મળ્યું છે. અમારી આજની ચર્ચા બંને દેશોના સંબંધોમાં તેજી લાવવા અને ભાગીદારી વધારવાને ચિહ્નિત કરે છે. ગત વર્ષે જુલાઇમાં મારી ઇઝરાયલની યાત્રા દરમિયાન હું 1.25 અબજ ભારતીયોની શુભકામના અને મિત્રતા લઇને ગયો હતો. જેની સામે મિત્ર બીબી(બેન્જામિન નેતન્યાહૂ)ના નેતૃત્વમાં ઇઝરાયલના લોકો પાસેથી ઉદારતા અને સ્નેહ મળ્યો, એ જોઇને હું અભિભૂત છું. રક્ષાના ક્ષેત્રમાં મેં ઇઝરાયલની કંપનીઓને આમંત્રણ આપ્યું છે કે, તેઓ એફડીઆઈ વ્યવસ્થાનો ફાયદો લઇ આપણી કંપનીઓ સાથે ભારતમાં કામ કરે.
પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું...
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અહીં કહ્યું કે, તમે(પીએમ મોદી) એક ક્રાંતિકારી નેતા છો અને તમે ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન કરતા ભવિષ્ય માટે દેશનો વિસ્તાર કર્યો છે. ઇઝરાયલની તમારી યાત્રા મહત્વપૂર્ણ હતી, કારણ કે પહેલીવાર કોઇ ભારતીય નેતાએ આ મુલાકાત કરી હતી. ભારત અને ઇઝરાયલ વચ્ચે અભૂતપૂર્વ સંબંધ છે. હું કહેવા માંગુ છું કે, ભારતમાં યહૂદીઓએ ક્યારેય પ્રતિવાદનો સામનો નથી કર્યો, જે અહીંની મહાન સભ્યતા, સહિષ્ણુતા અને લોકતંત્ર દર્શાવે છે. અમે મુંબઇ હુમલાને ભૂલ્યા નથી, અમે લડીશું. મારા મિત્ર નરેન્દ્ર મોદી, જો તમે ક્યારેય પણ મારી સાથે યોગા ક્લાસ કરવા માંગો તો મને ચોક્કસ બોલાવજો, હું ત્યાં પહોંચી જઇશ.
આ 9 કરાર પર થયા હસ્તાક્ષર
- સાયબર સિક્યોરિટી
- એર ટ્રાંસપોર્ટ એગ્રીમેન્ટ
- ફિલ્મ કો-પ્રોડક્શન
- રિસર્ચ અને હોમિયોપેથિકના ક્ષેત્રમાં કરાર
- સ્પેસ
- રોકાણ અંગે કરાર
- પેટ્રોલિયમ
- સૉલર એનર્જી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
