મોદીના માતા માટે શરીફે સફેદ સાડી મોકલાવી પાઠવ્યો શાંતિ સંદેશ?
ગાંધીનગર, 6 જૂન : પાકિસ્તાનના વડાપ્રધાનનવાઝ શરીફે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા હીરા બા માટે ભાટમાં સફેદ પાકિસ્તાની સાડી મોકલી છે. આ અંગે નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે 'આપના તરફથી મળેલ સાડી હું મારા માતુશ્રીને પહોંચાડી દઇશ.' કેટલાક લોકોનું માનવું છે કે સફેદ સાડીના સ્વરૂપમાં નવાઝ શરીફે ભારત સાથે શાંતિ જાળવવાનો પ્રતીકાત્મક સંદેશ મોકલાવ્યો છે.
આ સાડી 5 જૂનના રોજ ભારતમાં મળી હતી. સાડીને સાંજે ગુજરાતના ગાંધીનગરમાં રહેતા નરેન્દ્ર મોદીના માતા હીરા બા સુધી પહોંચાડી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે આ પહેલા મોદીએ ગઈ 26મા મેના રોજ પીએમ તરીકે તેમના શપથવિધિ સમારંભમાં હાજર રહેવા દિલ્હી આવેલા નવાઝ શરીફના માતા માટે ભારતીય બનાવટની ખાસ શાલ મોકલી આપી હતી જે નવાઝ શરીફે જાતે જઇને તેમના માતાને મોદી વતી આપી હતી. આ સંદર્ભમાં શરીફના પુત્રી મરિયમ શરીફે તેમનાં દાદી માટે શાલ ભેટમાં મોકલવા બદલ ટ્વીટર પર મોદીનો આભાર માન્યો હતો.
5 જૂને ભારતમાં સાડી મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે 'શરીફજીએ મારા માતા માટે સુંદર સફેદ સાડી ભેટમાં મોકલી છે. હું તેમનો ખુબ આભારી છું. આ સાડી હું શક્ય તેટલી ઝડપથી મારા માતાને પહોંચતી કરીશ.'
નરેન્દ્ર મોદીના માતા સાડી મળ્યા બાદ ખુશ થઇ ગયા હતા. તેમના ચહેરા પર પાકિસ્તાનના વડાપ્રધાને મોકલેલી સાડી મેળવવાનો આનંદ ઝળકતો હતો. આવો તસવીરોમાં જોઇએ કેવી સાડી મોકલી છે નવાઝ શરીફે...

સાડીનું બોક્સ
પાકિસ્તાની પીએમ એ ગ્રીન બોક્સમાં સાડી મોકલાવી હતી

બોક્સ પરનું લખાણ
સાડીના બોક્સ પર લખાણ છે કે ફોર મધર ઓફ પ્રાઇમ મિનીસ્ટર ઓફ ઇન્ડિયા, જ્યારે બીજું લખાણ છે વિથ ધ બેસ્ટ કોમ્પ્લીમેન્ટ્સ ઓફ પ્રાઇમ મિનીસ્ટર ઓફ પાકિસ્તાન.

બોક્સમાં નીકળી સાડી
બોક્સમાંથી નીકળેલી સાડી જોઇ રહેલા હીરા બા

સાડી સાથે હીરા બા
સાડી જોઇને ખુશ થયેલા હીરા બા

સાડી સાથે હીરા બા
હીરા બાએ હરખથી સૌને સાડી બતાવી હતી

નરેન્દ્ર મોદીએ મોકલેલી શાલ
નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના માતા માટે આ સુંદર શાલ શુભેચ્છા ભેટમાં મોકલી આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
