ડિજિટલ પેમેંટ દ્વારા પેટ્રોલ-ડિઝલ ખરીદનારને મળશે છૂટ: જેટલી
નોટબંધી લાગૂ કરવાના 30 દિવસ પૂરા થવા પર પ્રેસ કોંફરંસ યોજીને નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે 4.5 કરોડ ગ્રાહકો લગભગ રોજ પેટ્રોલ ખરીદે છે...
નોટબંધી લાગૂ કરાયાના 30 દિવસ પૂરા થવા પર પ્રેસ કોંફરંસ યોજીને નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે 4.5 કરોડ ગ્રાહક લગભગ રોજ પેટ્રોલ ખરીદે છે. લગભગ 1800 કરોડ રુપિયાનું પેટ્રોલ રોજ ખરીદવામાં આવે છે. અમે જોયુ કે છેલ્લા એક મહિનામાં પેટ્રોલ પંપ પર કેશ ટ્રાંઝેક્શન 10% થી વધીને 40% થઇ ગયુ છે. માટે ડિજિટલ પેમેંટ દ્વારા પેટ્રોલ અને ડિઝલ ખરીદનારને 0.75 % છૂટ આપવામાં આવશે.

રેલવેની એમસીટી અને સિઝનલ ટિકિટ ઓનલાઇન ખરીદનારને પણ 0.75% ની છૂટ મળશે. આ નિયમ 1 જાન્યુઆરી, 2017 થી પશ્ચિમ રેલવે સાથે સૌથી પહેલા લાગૂ કરવામાં આવશે. સાથે જ આ ટિકિટ ખરીદનારને 10 લાખ રુપિયાનો એક્સીડેંટલ વીમો પણ આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે નોબાર્ડ ખેડૂતોને રાહત આપવા માટે હવે બેંક રુપિયા કાર્ડ જારી કરશે.

તેમણે જણાવ્યુ કે સરકારનો પ્રયાસ છે કે વહેલામાં વહેલી તકે ડિજિટલ પેમેંટને લોકો સાથે જોડવા માટે 10 હજારની જનસંખ્યા ધરાવતા ગામમાં બે પીઓએસ આપવામાં આવશે. આના માટે 1 લાખ ગામોની પસંદગી કરવામાં આવી છે.

વિદેશી એમ્બેસીમાં કામ કરતા લોકોની કેશની તકલીફને દૂર કરવા માટે નિયમ બનાવવામાં આવ્યા છે. હવે વિદેશી એમ્બેસીના લોકો પોતાનું આઇડેંટીટી કાર્ડ બતાવીને બેંકમાંથી કેશ ઉપાડી શકશે. તેમણે કહ્યુ કે ડિજિટલ પેમેંટ દ્વારા રેલવેની કેટરિંગ અને રિટાયરિંગ રુમ સર્વિસનો લાભ લેનાર લોકોને 5% છૂટ મળશે. તેમણે જણાવ્યુ કે ટોલ ટેક્સની ચૂકવણી ડિજિટલ પેમેંટ દ્વારા કરવા પર 10% છૂટ મળશે અને સરકારી લાઇફ ઇંસ્યોરંસ પોલિસી ઓનલાઇન વેબસાઇટથી ખરીદવા પર 10% અને તેના પ્રીમિયમની ચૂકવણીમાં 8% છૂટ મળશે.

પબ્લિક સેક્ટર બેંકોને સલાહ આપવામાં આવી છે કે જે દુકાનદારો પીઓએસ મશીન, માઇક્રો એટીએમ અને મોબાઇલ પીઓએસ સર્વિસનો ઉપયોગ કરે છે તેમની પાસેથી 100 રુપિયાથી વધારે ભાડુ લેવામાં ન આવે.
2000 રુપિયાથી વધુની ઓનલાઇન લેવડ-દેવડ કરવા પર કોઇ પણ સર્વિસ ટેક્સ નહિ આપવો પડે.
કેન્દ્ર સરકારના બધા કાર્યાલયો અને ઉપક્રમોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે લોકો પાસેથી કોઇ પણ ટ્રાંઝેક્શન ચાર્જ ન લે. સાથે રાજ્ય સરકારોને પણ આ બાબતે નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
