સંસદ ભવનનું ઉદ્ઘાટન: કુસ્તિબાજોના વિરોધને ધ્યાનામં રાખી દિલ્હીના લુટિયંસ ઝોનમાં કડક સુરક્ષા
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, તે પહેલાં જ દિલ્હી પોલીસે લુટિયંસ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. નવી દિલ્હીમાં એન્ટ્રી પહેલાં ઠેર-ઠેર આકરી સુરક્ષાના વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવી કડક સુરક્ષા દિલ્હીમાં વર્ષો બાદ જોવા મળી. નવાં સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં કેટલીય પ્રખ્યાત હસ્તિઓ સામેલ થઇ છે.

દિલ્હી પોલીસે આ વાતને ધ્યાનમાં રાખતાં એક ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી જણાવ્યું કે નવી દિલ્હી જિલ્લાના નિયંત્રિત ક્ષેત્ર માનવામાં આવશે અને વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે. દિલ્હી ટ્રાફિક પોલીસે નાગરિકોને સવારે સાડા પાંચથી બપોરના ત્રણ વાગ્યા સુધી દિલ્હી જિલ્લામાં આવવાનું ટાળવા અનુરોધ કર્યો છે.
નવાં સંસદ ભવન વાળા વિસ્તારને અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે પોલીસકર્મચારીઓની તહેનાતી ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ દેખરેખ રાખવામમાં આવી રહી છે.
19 વિપક્ષી દળોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનું એલાન કર્યુ્ં છે, જ્યારે ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઈ જંતર-મંતર પર ધરણા પર બેઠેલા પહેલવાનોએ રવિવારે નવાં સંસદ ભવન સામે એક વિરોધ સભા આયોજિત કરવાની ધમકી આપી છે. પ્રદર્શનકારી પહેલવાનો સાત મહિલા પહેલવાનોના કથિત યૌન ઉત્પીડન કરવાના આરોપોને લઈ બ્રિજ ભૂષણની ધરપકડની માંગણી કરી રહ્યા છે.
દિલ્હી પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે પહેલવાનો તરફથી ઘોષિત 'મહિલા પંચાયત' માટે મંજૂરી આપવામાં નથી આવી. પહેલવાન સંસદ પરિસરથી ત્રણ કિમીની દૂરી પર જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. સંસદ ભવન પાસે પર્યાપ્ત સુરક્ષા બળ તહેનાત કરવામમાં આવ્યું છે.
રાજધાનીની સરહદ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં પ્રવેશ કરતી તમામ વાહનોનું ચેકિંગ થઇ રહ્યું છે. પોલીસે દિલ્હી નગર નિગમને પણ કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે જરૂરત પડવા પર એમસી પ્રાથમિક બાલિકા વિદ્યાલય, કંઝાવલા ચોક, જૂના બવાનાને સ્થાયી જેલ બનાવવાની મંજૂરી આપેવાનો આગ્રહ કર્યો છે.
નવાં સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત રવિવારે સવારે હવન અને સર્વ ધર્મ પ્રાર્થનાથી થઈ. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક ઉદ્ઘાટન કરવામમાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં 25 પાર્ટીઓના પ્રતિનિધિઓ, કેટલાય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રિઓ સહિત અન્ય ગણમાન્ય લોકો સામેલ થયા છે. ટ્રાવેલ એડવાઇઝરી મુજબ માત્ર લોક સેવાના અભ્યાર્થીઓ, લેબલ વાળાં વાહનો અને ઇમરજન્સીની પરિસ્થિતિમાં જ અન્ય વાહનોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામમાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
