રાજ્યસભામાં 12 સાંસદોના નિલંબન મુદ્દે વિપક્ષ એકજૂટ, મંગળવારે બેઠક!
સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થયું છે. તેમાં ખેડૂતો અને વિપક્ષના ગુસ્સાને શાંત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદો રદબાતલ બિલ 2021 પસાર કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી, 29 નવેમ્બર : સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થયું છે. તેમાં ખેડૂતો અને વિપક્ષના ગુસ્સાને શાંત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદો રદબાતલ બિલ 2021 પસાર કરવામાં આવ્યું હતું. આ સિવાય ગત સત્રમાં હંગામો મચાવનારા 12 સાંસદો પર કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે તે ગૃહની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે. જેના કારણે તમામ વિરોધ પક્ષો ફરી એક થઈ ગયા છે. આ સાથે જ તેમણે સરકાર વિરુદ્ધ મોરચો ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે.

એક સંયુક્ત નિવેદનમાં વિરોધ પક્ષોના નેતાઓએ કહ્યું કે સંસદમાં તમામ વિપક્ષી પક્ષો એક થઈને 12 સાંસદોના અન્યાયી અને અલોકતાંત્રિક સસ્પેન્શનની નિંદા કરે છે. સરકારના સરમુખત્યારશાહી નિર્ણયનો વિરોધ કરવા અને સંસદીય લોકશાહીનું રક્ષણ કરવા માટેના ભાવિ પગલાં અંગે ચર્ચા કરવા રાજ્યસભામાં વિરોધ પક્ષોના ફ્લોર લીડર મંગળવારે મળશે.
વિપક્ષના રાજ્યસભાના 12 સાંસદો એલામારામ કરીમ (CPM), ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ), બિનોય વિશ્વમ (CPI), ડોલા સેન અને શાંતા છેત્રી(TMC), પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ (શિવસેના)ના નામ સામેલ છે.
પોતાના સસ્પેન્શન પર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, જિલ્લા કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી દરેક જગ્યાએ આરોપીની વાત સાંભળવામાં આવે છે, તેમના માટે વકીલો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ક્યારેક સરકારી અધિકારીઓને તેમનો પક્ષ લેવા મોકલવામાં આવે છે, પરંતુ અહીં (સંસદમાં) અમારો પક્ષ લેવાયો નથી. તેમણે વધુમાં કહ્યું કે સીસીટીવી ફૂટેજ જોઈએ તો નોંધવામાં આવ્યું છે કે કેવી રીતે પુરુષ માર્શલ મહિલા સાંસદોને મારતા હતા. આ બધું એક તરફ અને તમારો નિર્ણય બીજી તરફ? આ કેવું અસંસદીય વર્તન છે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
