વિપક્ષનો વિકલ્પ ભાજપ સિવાય કયા પક્ષમાં મળશે?
વિપક્ષનો વિકલ્પ ભાજપ સિવાય કયા પક્ષમાં મળશે?
દેશ ભારતમાં એક સમયે ભાજપા વિરોધ પક્ષ તરીકે હતો. મજબૂત વિરોધ પક્ષ તરીકે લોકહિતના પ્રશ્નો ઉઠાવવામાં અને સળગતા મુદ્દાને લઇને સરકારને ભીસમાં લઇ લેતો હતો. પરંતુ, હાલમાં પરિસ્થિતિ પલટાઇ ગઇ છે. દેશની લોકશાહીમાં વિરોધપક્ષ રહ્યો નથી. જોકે, આ દેશની લોકશાહીની કમનશીબી કહેવાય કે મજબુત લોકશાહીનો આધારસ્તંભ વિપક્ષ જ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યો છે. એકરીતે તમામ રાજકીય પક્ષો પોતાના જીદ્દી વલણ તેમજ સ્વાર્થી હિતોની પૂર્તીમાં નબળા પડી રહ્યા છે, જેના કારણે શાસક પક્ષ હાવિ થઇ રહ્યો છે. તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારો પસંદ કરવામાં ગળાડૂબ બની ગયા છે પછી ભલે જે તે ઉમેદવારનો ઇતિહાસ ગુન્હાહિત હોય, બાહુબલી હોય કે ગુનેગાર હોય અને લોકો અહીંજ માર ખાઈ જાય છે. આખરે લોકોને મત આપ્યા બાદ છેતરાયા હોવાની અનુભૂતિ લાંબા સમયે થાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને માલ પાણી મળી રહેતાં તે લોકસેવા ભુલી ખુદના ધંધા વ્યવસાય જોડવામાં લાગી જાય છે.

ભાજપની સત્તા લાલસા વધી ગઇ !!
પાર્ટી વિથ ડિફરન્સીસ તરીકે ઓળખાતી ભાજપામાં સત્તા લાલસા ચરમસીમા પર છે. રાજકીય મર્યાદા કે નીતિમત્તાને ધ્યાનમાં રાખ્યા વગર પોતાનો એજન્ડા આગળ વધારવા તમામ મર્યાદા કે બંધન ઓળંગી રહી છે. ભારતના લોકો ખરેખર ભોળા છે એટલે ધારે તે પક્ષ ગુમરાહ કરી શકે છે.! ત્યારે બીજી તરફ, વિપક્ષમાં કોંગ્રેસ સિવાયના અન્ય રાજકીય વિરોધ પક્ષો પણ પોતાનું અસ્તિત્વ ટકાવવા હવાતિયાં મારી રહ્યા છે. પરંતું. એક ભાણે બેસવા તૈયાર નથી જે એક હકીકત છે. બંગાળમાં મમતા અને ડાબેરીઓ, યુપીમાં અખિલેશ- માયા, બિહારમાં રાજદ અને કોંગ્રેસ વગેરેમાં આંતરીક હરિફાઇ મોજૂદ છે. ત્યારે એક જ સવાલ છે કે લોકહિતના પ્રશ્નોના ઉકેલ માટે,લોકોના સળગતા સવાલોને મજબુતાઈથી રજૂઆત કરી શકે તે માટે વિરોધ પક્ષો અવાજ ઉઠાવશે કે કેમ...?

મોઘવારી જેવા મુદ્દા હવે સામાન્ય બન્યા
વર્તમાન સમયમાં મોઘવારી ઝડપથી વધી રહી છે. પેટ્રોલ, ડિઝલના આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટવા છતાં તેનો લાભ આપવામાં આવતો નથી. ભ્રષ્ટાચાર અને ગેરરીતિના ભાંડાફોડ દિનપ્રતિદિન થઇ રહ્યા છે. યસ બેંક જેવી બેંકોના દેવાળીયાપણની ખબરો સામાન્ય થઇ ગઇ છે. લોકો લાઇનોમાં લાગવાની આદત પાડી દેવામાં આવી છે. રોજગારી અને ધંધા વ્યવસાય ઠપ્પ થઇ ગયા છે. આ સ્થિતિમાં પણ મજબુત અવાજમાં રજુઆત કરવાની વિપક્ષની તેવડ રહી નથી. લોકોને પણ હવે મુંગા મોઢે સહન કરવાની આદત પડી હોય તેમ મૂક સમર્થન જ આપી રહી છે.

વિપક્ષ ખુદ જ અસ્તિત્વની લડાઇ લડે છે
દેશની લોકશાહી વ્યવસ્થાને તંદુરસ્ત રાખવા મજબુત વિપક્ષની ભૂમિકા અત્યંત આવશ્યક છે. લોકોના અસલી અવાજને ઉઠાવવાનું કામ વિપક્ષના ભાગે હોય છે. પરંતું, હાલની સ્થિતિમાં વિપક્ષ ખુદના ધારાસભ્યોને બચાવવા સ્થળાંતરીત કરી રહ્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ તંદુરસ્ત લોકશાહીની નિશાની તો નથી જ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
