Online Fraud News : એક સમોસુ 1.40 લાખમાં પડ્યું, આ રીતે થયું આખું ઓનલાઇન ફ્રોડ
Online Fraud News :મુંબઇમાં સમોસા ઓર્ડર કરતા સમયે એક ડૉક્ટર સાથે ઓનલાઇન સ્કેમમાં એક લાખ ચાલીસ હજારની છેતરપિંડી થઇ હતી.
એક પોલીસ અધિકારીએ આ ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, સોમવારના રોજ મુંબઇમાં નગર નિગમ દ્વારા સંચાલિત કેઇએમ હોસ્પિટલના એક 27 વર્ષીય ડૉક્ટરને સાયનના એક પ્રખ્યાત હોટેલમાંથી 25 રૂપિયાવાળી સમોસાની પ્લેટનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ તેની સાથે એક લાખ ચાલીસ હજારની છેતરપિંડી થઇ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે સવારે 8.30 થી 10.30 કલાકની વચ્ચે બની હતી. ડૉક્ટર સાથે ઓનલાઈન કૌભાંડ થયું હતું. જેમાં તેના લાખો રૂપિયા ચાલ્યા ગયા હતા. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
પીડિત અને તેના સહયોગીઓએ કર્જતમાં પિકનિકનું આયોજન કર્યું હતું અને પ્રવાસ માટે સમોસા મંગાવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઓનલાઈન રેસ્ટોરન્ટનો નંબર શોધીને ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેમણે તે નંબર પર ફોન કર્યો, તો જવાબ આપનાર વ્યક્તિએ તેમને 1500 રૂપિયા એડવાન્સ ચૂકવવાનું જણાવ્યું હતું.
જે બાદ ડૉક્ટરને ઓર્ડરની પુષ્ટિ કરતો વોટ્સએપ મેસેજ મળ્યો અને પૈસા ઓનલાઈન મોકલવા માટે બેંક એકાઉન્ટ નંબર પણ મળ્યો હતો. જે બાદ ડૉક્ટરે રૂપિયા 1500 મોકલ્યા હતા. બીજી બાજુના વ્યક્તિએ જણાવ્યું હતું કે, પેમેન્ટ માટે ડૉક્ટરે ટ્રાન્ઝેક્શન આઈડી બનાવવી પડશે.
એમ અધિકારીએ જણાવ્યું હતું કે, ડૉક્ટરે દુકાનદારે જણાવ્યું હતું કે, પહેલા રૂપિયા 28,807 અને પછી કુલ રૂપિયા 1.40 લાખ કપાઇ ગયા હતા. તેણીની ફરિયાદના આધારે, ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
