કાશ્મીરી પંડિતની હત્યા પર ઔવેસીએ કસ્યો સકંજો, કહ્યું- 370 એ કહીને હટાવી હતી કે પંડિતોને થશો ફાયદો
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક કાશ્મીરી પંડિતની હત્યા અને તેના ભાઈને ઘાયલ કર્યા પછી કેન્દ્ર અને લેફ્ટનન્ટ ગવર્નર (L-G) મનોજ સિન્હા પર આકરા પ્
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક કાશ્મીરી પંડિતની હત્યા અને તેના ભાઈને ઘાયલ કર્યા પછી કેન્દ્ર અને લેફ્ટનન્ટ ગવર્નર (L-G) મનોજ સિન્હા પર આકરા પ્રહારો કર્યા હતા. અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે દાવો કર્યો હતો કે આ ઘટના નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતાનું બીજું ઉદાહરણ છે. અસદુદ્દીન ઓવૈસીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે અને હવે મોટાભાગના કાશ્મીરીઓ હિંસાથી ડરીને ખીણ છોડવા માંગે છે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "કેન્દ્ર સરકાર ત્યાં (J&K) નિષ્ફળ ગઈ છે. તમામ પંડિતોને ફાયદો થશે, કાશ્મીરમાં શાંતિ રહેશે એમ કહીને 370 હટાવી દેવામાં આવી હતી. તમારી સરકાર તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે અને કાશ્મીરી પંડિતો હવે કાશ્મીર છોડવા માંગે છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, આ મોદી સરકારની નિષ્ફળતાનું બીજું ઉદાહરણ છે. જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના જીવનની રક્ષા કરવામાં નિષ્ફળતાની જવાબદારી ભાજપ અને તેની સરકારની છે.
દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર (L-G) મનોજ સિંહાએ સુનીલ કુમાર ભટની હત્યાની નિંદા કરી હતી. સિન્હાએ ટ્વીટ કર્યું કે, શોપિયાંમાં નાગરિકો પર ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની નિંદા શબ્દોની બહાર છે. સુનીલ કુમારના પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. આ હુમલો બધા તરફથી સખત નિંદાને પાત્ર છે. બર્બર કૃત્ય માટે જવાબદાર આતંકવાદીને બક્ષવામાં આવશે નહીં.
BJP appointed LG in J&K & Centre run govt there have proved to be unsuccessful. Removal of Art 370 from hasn't helped. Not the first attack on a Kashmiri Pandit in J&K, they (Centre) have failed to provide security. Kashmiri Pandits want to leave Kashmir now: A. Owaisi AIMIM pic.twitter.com/qlDMFd9ebX
— ANI (@ANI) August 16, 2022
ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, "શોપિયામાં નિર્દોષ લઘુમતી સમુદાયના સભ્યો પરના આતંકના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરીએ છીએ જેમાં સુનિલ કુમાર માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. હત્યારાઓને સજા થવી જોઈએ."
છેલ્લા એક સપ્તાહમાં આતંકવાદીઓએ ઘાટીમાં હુમલા તેજ કર્યા છે. રવિવારે નોહટ્ટામાં એક પોલીસકર્મી અને ગયા અઠવાડિયે બાંદીપોરામાં એક પરપ્રાંતિય મજૂરનું મોત થયું હતું. સોમવારે બડગામ અને શ્રીનગર જિલ્લામાં બે ગ્રેનેડ હુમલા થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
