Video: રસ્તા વચ્ચે લોહીથી ખરડાયેલી મહિલા, તમાશો જોતા લોકો

કેરળના તિરૂવનંતપુરમ માં માનવતાને શરમાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક્સીડંટમાં ઘાયલ એક મહિલા લોહીથી લથપથ રસ્તાની વચ્ચે તડપતી રહી.

કેરળના તિરૂવનંતપુરમ માં માનવતાને શરમાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક્સીડંટમાં ઘાયલ એક મહિલા લોહીથી લથપથ રસ્તાની વચ્ચે તડપતી રહી. પરંતુ ત્યાંથી પસાર થતા લોકોએ તેની મદદ કરવાનું પણ જરૂરી સમજ્યું નહીં. ઘણા સમય સુધી આ મહિલા રસ્તા પર પડી રહી. હાલમાં જાણવા મળ્યું નથી કે આ ઘટના કયા દિવસે ઘટી હતી. એક 65 વર્ષની માછલી પકડવાવાળી મહિલાને એક કાર ડ્રાઈવર ટક્કર મારી ભાગી ગયો. આ ઘટના કોડાકકવુર ની છે.

kerala

આ મહિલા તે વ્યસ્ત રસ્તા પર ઘણો સમય પડી રહી પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં. આ આખી ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયી. ઘટના સાથે જોડાયેલી 1 મિનિટ 22 સેકન્ડ કલીપમાં રસ્તા પર વૃદ્ધ મહિલા પડી હતી જેમનો સામાન પણ વિખરાઈ પડ્યો હતો.

ઘાયલ મહિલાની આસપાસ થી ગાડીઓ પસાર થઇ રહી હતી રસ્તે ચાલતા લોકો પણ પસાર થઇ રહ્યા હતા પરંતુ મદદ માટે કોઈ પણ આગળ આવ્યું નહીં. થોડા સમય પછી એક વ્યક્તિએ લોકોને જાણકારી આપી. ત્યારપછી લોકો ભેગા થયા અને ઘાયલ મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી.

પોલીસ સૂત્ર અનુસાર તેમને ઘટના વિશે જાણકારી મળી ત્યારે તેઓ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ભીડ જોઈને તેઓ ત્યાં ઉભા રહ્યા. 65 વર્ષની મહિલાને તરફ હોસ્પિટલ લઇ જવામાં આવી. ત્યારપછી મંગળવારે 27 માર્ચ દરમિયાન તેમને તિરૂવનંતપુરમ મેડિકલ કોલેજ લઇ જવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X