સુપ્રીમ કોર્ટે સગર્ભા સ્ત્રીઓના રસીકરણ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો!
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને હાઇ-રિસ્ક કેટેગરી જાહેર કરવા અને કોરોના રસીકરણને પ્રાધાન્ય આપવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી.
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને હાઇ-રિસ્ક કેટેગરી જાહેર કરવા અને કોરોના રસીકરણને પ્રાધાન્ય આપવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને બી.વી. નાગરથનાની બેંચે દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (ડીસીપીસીઆર) ની અરજી પર કેન્દ્રને બે સપ્તાહમાં જવાબ આપવા માટે નોટિસ જારી કરી છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સની અરજી પર કેન્દ્રને નોટિસ ફટકારી છે, જેમાં સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે વધારાની સુરક્ષાની માંગણી કરવામાં આવી છે. જેમ કે કોરોના રસી લીધા પછી સતત દેખરેખ રાખવાની માંગ. ડીસીપીસીઆર તરફથી હાજર રહેલા વકીલ વૃંદા ગ્રોવરે રજૂઆત કરી હતી કે, કેન્દ્રએ સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને રસીકરણ માટે ચોક્કસ માર્ગદર્શિકા જારી કરી છે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણને કારણે તેમના પર કેટલીક વિપરીત અસર પડી શકે છે.
વધુમાં ઉમેર્યું હતું કે, આ પરિસ્થિતિમાં મહિલાઓને ઉચ્ચ જોખમવાળી કેટેગરી તરીકે જાહેર કરવાની જરૂર છે, કારણ કે આ લોકો એવા વાયરસ સાથે કામ કરી રહ્યા છે જેના વિશે તેઓ વધુ જાણતા નથી, તેમના પર રસીકરણની અસરો પર સતત સંશોધનની જરૂર છે.
આ સાથે યોગ્ય દેખરેખ માટે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓની રજિસ્ટ્રી માટે એક પ્લેટફોર્મ બનાવવાની પણ જરૂર છે, જે બાદ બેન્ચે કેન્દ્રને નોટિસ પાઠવી અને બે સપ્તાહમાં તેનો જવાબ માંગ્યો. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓના રસીકરણ માટે ઘડવામાં આવેલી નીતિ અને આગળ શું પગલા લઈ શકાય તે અંગે જવાબ માંગ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
