Niti Aayog Meeting : નીતિ આયોગની બેઠક છોડીને બહાર નીકળી મમતા બેનર્જી, બોલવા ન દેવાનો આરોપ લગાવ્યો
સંસદમાં વિપક્ષી નેતાઓનો અવાજ દવાવવા માટે બદનામ નરેન્દ્ર મોદી સરકારનો રવૈયો નીતિ આયોગની બેઠકમાં પણ જોવા મળ્યો છે. મમતા બેનર્જીએ બોલવા ન દેવાનો આરોપ લગાવીને બેઠક છોડી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ શાસિત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો.

હવે અહેવાલ છે કે મમતા બેનર્જી મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે મીટિંગમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. તેમને સભામાં બોલવાની તક આપવામાં આવતી નથી. આ કેવી રીતે કામ કરી શકે?
મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. મેં કહ્યું કે તમારે (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી. મારા પહેલાના લોકોએ 10-20 મિનિટ વાત કરી. વિપક્ષમાંથી માત્ર હું જ આ બેઠકમાં ભાગ લઈ રહી હતી, પરંતુ તેમ છતાં મને બોલવા દેવામાં ન આવી. આ અપમાનજનક છે. આ માત્ર બંગાળનું જ નહીં પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે.
ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવનો આરોપ લગાવીને નીતિ આયોગની આ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનારા મુખ્ય પ્રધાનોમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન તેમજ આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ અને દિલ્હી સરકારોનો સમાવેશ થાય છે.
આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પણ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.
આનાથી ઉલટું પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બેનર્જીએ કહ્યું હતું કે આ નેતાઓનો અવાજ એક સામાન્ય મંચ પર ઉઠાવવો જોઈએ. આ સાથે મમતાએ માંગ કરી હતી કે નીતિ આયોગને નાબૂદ કરવામાં આવે અને આયોજન પંચને પુનઃસ્થાપિત કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
