નિર્ભયા કેસઃ કોર્ટના ચુકાદાથી નિરાશ નિર્ભયાની માએ કહ્યુ, મને કેમ સજા મળી રહી છે?
કોર્ટના નિર્ણયથી નિર્ભયાની મા આશા દેવી નારાજ છે, તેમણે કહ્યુ કે દિલ્લી સરકાર નથી ઈચ્છતી કે દોષિતોને ફાંસી થાય.
રાજધાનીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયા ગેંગરેપના દોષી મુકેશ તરફથી આપવામાં આવેલી અરજી પર સુનાવણી કરીને પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની ફાંસી પર સ્ટે લગાવી દીધો છે, જેના કારણે હવે ગુનેગારોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી નહિ થાય. પટિયાલા હાઉસ કોર્ટે ફરિયાદી પક્ષની દલીલ માનીને કહ્યુ કે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી ન આપી શકાય કારણકે તેમની દયા અરજી હજુ પેન્ડીંગ છે. કોર્ટે કહ્યુ કે જેલ અધિકારીઓએ એ રિપોર્ટ આપવો પડશે કે તે 22 જાન્યુઆરીએ ફાંસી નહિ આપે.

નિર્ભયાની મા નિરાશ અને નારાજ
કોર્ટના નિર્ણયથી નિર્ભયાની મા આશા દેવી નારાજ છે, તેમણે કહ્યુ કે દિલ્લી સરકાર નથી ઈચ્છતી કે દોષિતોને ફાંસી થાય, ફાંસીમાં થઈ રહેલા વિલંભ માટે દિલ્લી સરકાર જવાબદાર છે. દોષિતોને ફાયદો કેમ મળી રહ્યો છે, મારી દીકરીની હત્યાને સાત વર્ષ થઈ ગયા છે પરંતુ આજે પણ હું ન્યાય માટે લડી રહી છુ, આ સરકારની ભૂલ છે, હું એક કોર્ટથી બીજી કોર્ટ જઈ રહી છુ બસ, મને કેમ સજા આપવામાં આવી રહી છે.

દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આપ્યુ આ નિવેદન
બીજી તરફ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ કે દિલ્લીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીએ મુકેશની દયા અરજી ફગાવવાની ભલામણ કરીને ફાઈલ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલી હતી, ઉપરાજ્યપાલના માધ્યમથી આ કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલી દેવામાં આવી છે, ગૃહ મંત્રાલયેતે રિસીવ કર્યાની માહિતી આપી છે.

7 જાન્યુઆરીના રોજ જારી થયુ હતુ ડેથ વોરન્ટ
તમને જણાવી દઈએ કે 7 જાન્યુઆરીના રોજ પટિયાલા હાઉસના અધિક સત્ર ન્યાયાધીશ સતીશ કુમાર અરોરાએ નિર્ભયાના ચારે ગુનેગારો મુકેશ કુમાર(32), પવન ગુપ્તા(25), વિનય શર્મા(26) અને અક્ષય કુમાર સિંહ(31)ને 22 જાન્યુઆરીના રોજ સવારે જેલ અધિકારીઓને નિર્ભયા રેપ કેસમાં દોષી અક્ષય, વિનય અને પવન સાથે સંબંધિત બધા કાગળો અને રિપોર્ટ સોંપવા માટે કહ્યુ છે, કોર્ટે કહ્યુ કેઆ કેસમાં જેલ ઑથોરિટી એક વિસ્તૃત રિપોપ્ટ દાખલ કરે, કોર્ટ આ કેસમાં આજે ફરીથી સુનાવણી કરશે.












Click it and Unblock the Notifications
