શરદ પવારના રાજીનામા બાદ એનસીપીની મહત્વની બેઠક આજે, થઈ શકે છે અધ્યક્ષનુ એલાન

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે પોતાના પદ પરથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા. શરદ પવારના રાજીનામા બાદ પાર્ટી કાર્યકર્તાઓ સતત તેમને રાજીનામુ પાછુ ખેંચવાની અપીલ કરી રહ્યા છે પરંતુ પવાર પોતાના નિર્ણય પર અડગ છે.

અહેવાલો મુજબ અમુક લોકોએ પોતાના લોહીથી પત્રો લખીને શરદ પવારને રાજીનામુ પાછુ ખેંચવાની વિનંતી કરી છે. પાર્ટીના નવા પ્રમુખની પસંદગી કરવા માટે 18 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

Sharad Pawar

આજે 18 સભ્યોની કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે આજની બેઠકમાં NCPના નવા અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. એવી અટકળો પ્રવર્તી રહી છે કે સમિતિ શરદ પવારને તેમના રાજીનામા પર પુનર્વિચાર કરવા કહેવામાં આવશે અને રોજિંદી કામગીરી ચલાવવા માટે કાર્યકારી પ્રમુખની પસંદગી કરવામાં આવશે.

પાર્ટીના સભ્યો દ્વારા એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે કે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી સુધી શરદ પવાર પાર્ટીની બાગડોર સંભાળે. જોકે, પવાર પોતાના નિર્ણય પર અડગ છે.

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કહ્યુ કે મે લોકોની ભાવનાઓ શરદ પવાર સાથે શેર કરી છે. મહારાષ્ટ્રના પ્રમુખ તરીકે હું આગામી ચૂંટણીને લઈને ચિંતિત છુ. હું પણ માનુ છુ કે શ્રી શરદ પવારે તેમના પદ પર ચાલુ રહેવુ જોઈએ, આ બધા માટે ન્યાય હશે.

જયંત પાટીલે કહ્યું કે પવાર સાહેબ ઈચ્છે છે કે પાર્ટીમાં તેમના ઉત્તરાધિકારીની પસંદગી લોકતાંત્રિક રીતે થવી જોઈએ. પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યુ કે આજે પાર્ટી શરદ પવારને પ્રસ્તાવ આપી શકે છે કે તેઓ તેમના પદ પર ચાલુ રહે અને કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. તે સુપ્રિયા સુલે હોઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X