મોદી કેબિનેટઃ અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી, રાજનાથને મળ્યુ સંરક્ષણ મંત્રાલય
મોદી કેબિનેટના મંત્રીઓને વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે. પહેલી વાર મંત્રી બનેલા અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.
મોદી કેબિનેટના મંત્રીઓને વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે. પહેલી વાર મંત્રી બનેલા અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી અને એસ જયશંકરને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. ગુરુવારે સાંજે મોદી મંત્રીમંડળમાં 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રીઓએ પદ અને ગોપનીયતાની શપથ લીધી છે. ત્યારબાદ આજે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે.

નીતિન ગડકરીને એક વાર ફરીથી પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. નરેન્દ્ર સિંહ તોમરને કૃષિ અને પંચાયતી રાજ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. સદાનંદ ગૌડાને રસાયણ તેમજ મંત્રાલય, પિયુષ ગોયલને રેલ મંત્રાલય, સ્મૃતિ ઈરાનીને કાપડ મંત્રાલય મહિલા તેમજ બાળ વિકાસ, હર્ષવર્ધનને આરોગ્ય, રમેશ પોખરિયલ નિશંકને માનવ સંશાધન વિકાસ અને મુખ્તાર અબ્બાસ નકવીને લઘુમતી કલ્યાણ મંત્રાલય મળ્યુ છે.
Rajnath Singh appointed as the new Defence Minister, Amit Shah new Home Minister, S Jaishankar new External Affairs Minister. pic.twitter.com/6F1T4okJA8
— ANI (@ANI) 31 May 2019












Click it and Unblock the Notifications
