MP Election: જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યો મત, સ્પષ્ટતા કરી કહ્યુ - હું સીએમ પદની રેસમાં નથી
MP Election: મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે બધી 233 બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે. કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયરથી પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી અને સીએમ પદના ફેસ વિશે સ્પષ્ટતા કરી. મુખ્યમંત્રી પદના દાવેદાર હોવાની તમામ અટકળો ફગાવીને કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યુ કે, હું સીએમ પદની રેસમાં નથી.

તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં ભાજપે શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી પદનો ચહેરો નથી જાહેર કર્યા નથી. ભાજપ વિધાનસભા ચૂંટણી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી રહી છે.એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ આ વખતે મુખ્યમંત્રી બદલી શકે છે. ભાજપે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે આવી અટકળોને વધુ વેગ મળ્યો છે.
નોંધનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીય, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર સિંહ તોમર પીએમ પદની રેસમાં હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાનુ નામ પણ આમાં સામેલ છે. જો કે, મતદાન દરમિયાન તેમણે આ અટકળોને ફગાવીને સ્પષ્ટતા કરી દીધી છે.
#WATCH | On CM's face, Union Minister and BJP leader Jypotiraditya Scindia says "I have always said that I am not in the race for the Chief Minister. I was never in the race, neither in 2013, 2018 or 2023. The race is for the development and growth of PM. 'Kursi ka race Congress… pic.twitter.com/yxFG5KWS4l
— ANI (@ANI) November 17, 2023












Click it and Unblock the Notifications
