Milkipur By Election : યુપીની મિલ્કીપુર સીટ કોણ જીતશે? જાણો શું કહ્યું ફલોદી સટ્ટા બજારે?
Phalodi satta bazar on milkipur by election : દિલ્હી વિધાનસભા ચૂંટણી2 સાથે સાથે તમામ લોકોની નજર ઉત્તર પ્રદેશની મિલ્કીપુર વિધાનસભા સીટ પેટા ચૂંટણી પર છે.
અયોધ્યામાં લોકસભા ચૂંટણી હાર્યા બાદ બીજેપી માટે નાકની લડાઈ બનેલી મિલ્કીપુર સીટ પર સમાજવાદી પાર્ટી કાંટાની ટક્કર આપી રહી છે.

મિલ્કીપુુર સીટ પર સમાજવાદી પાર્ટીએ સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અજિત પ્રસાદને ટિકિટ આપી છે તો બીજેપીએ ચંદ્રભાણ પાસવાનને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય અહીં આઝાદ સમાજ પાર્ટીએ પાસી સમુદાયના સૂરજ ચૌધરીને ટિકિટ આપી છે.
ફલોદી સટ્ટા બજાર પર વિશ્વાસ કરીએ તો આ સીટ બીજેપી જીતી શકે છે. સમાજવાદી પાર્ટી અને આઝાદ સમાજ પાર્ટી વચ્ચે મતોના વિભાજનનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે.
સપા છોડીને આઝાદ સમાજ પાર્ટીમાં જોડાયેલા સૂરજ ચૌધરીએ પરિસ્થિતિ જટીલ બનાવી છે અને સમાજવાદી પાર્ટીની મુખ્ય વોટ બેંક વિભાજિત થઈ શકે છે. મિલ્કીપુરમાં કુલ 3.62 લાખ મતદારો છે, જેમાંથી 1 લાખ 60 હજાર દલિત મતદારો છે. આ મતદારોના મત ચૂંટણી પરિણામ બદલી શકે છે.
ભાજપ અને સપા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયેલી મિલ્કીપુર બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પેટાચૂંટણીમાં 10 ઉમેદવારો છે. બસપા ચૂંટણી મેદાનમાં નથી. ભાજપ અને સપાની જીત કે હારમાં બસપાની વોટ બેંક નિર્ણાયક ભૂમિકા ભજવશે.
માનવામાં આવે છે કે બીએસપીનો આ વિસ્તારના કોરી અને પાસી સમુદાયો તેમજ બહુજન સમાજમાં નોંધપાત્ર પ્રભાવ છે. દરેક ચૂંટણીમાં પક્ષના મુખ્ય મતદારો તેમના ઉમેદવારને મતદાન કરતા હતા પરંતુ આ ચૂંટણીમાં ઉમેદવારની ગેરહાજરીને કારણે મતદારો મૂંઝવણમાં છે.












Click it and Unblock the Notifications
