10 રાજ્યોમાં NIA, EDનું મેગા ઓપરેશન, PFI સાથે જોડાયેલા 100થી વધુ લોકોની ધરપકડ!
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે દેશના 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના નેતાઓના આવાસ પર આતંકવાદ વિરોધી સૌથી મોટા ઓપરેશનના ભાગરૂપે દરોડા પાડ્યા હતા.
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે દેશના 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના નેતાઓના આવાસ પર આતંકવાદ વિરોધી સૌથી મોટા ઓપરેશનના ભાગરૂપે દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં PFI સાથે જોડાયેલા 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. NIA અને ED એ રાજ્યની પોલીસ સાથે મળીને 100 PFI કાર્યકરોની કથિત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ધરપકડ કરી છે.

તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIએ એક ટ્વિટ કરી માહિતી આપી કે, NIA અત્યાર સુધીની સૌથી મોટી તપાસ પ્રક્રિયામાં અનેક સ્થળોએ સર્ચ કરી રહી છે. આ સર્ચ ટેરર ફાઇનાન્સિંગ, ટ્રેનિંગ કેમ્પનું આયોજન અને પ્રતિબંધિત સંગઠનોમાં લોકોની સંડોવણી અને કટ્ટરપંથીઓ માટે કરવામાં આવી રહી છે. કટ્ટરપંથી સંગઠન સાથે સંકળાયેલા લોકો માટે તાલીમ શિબિરોનું આયોજન કરનાર વ્યક્તિઓના રહેણાંક અને સત્તાવાર પરિસરમાં આ દરોડા પડાયા છે.
In major action being taken across 10 states, NIA, ED along with state police have arrested over 100 cadres of PFI: Sources pic.twitter.com/RPXBFxg1m2
— ANI (@ANI) September 22, 2022
પીએફઆઈના રાજ્ય અને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મલપ્પુરમ જિલ્લાના મંજેરીના પીએફઆઈ પ્રમુખ ઓએમએ સલામના નિવાસસ્થાન અને પીએફઆઈ ઓફિસનો પણ સમાવેશ થાય છે. દરોડા શરૂ થયા બાદ મધરાતથી પીએફઆઈ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. PFI અને SDPI ઘણા શહેરોમાં પાડવામાં આવી રહેલા દરોડાનો વિરોધ કરવા સાથે આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
