જ્યોતિરાદિત્ય સિંધિયાની દીકરી અનન્યાએ જણાવ્યુ તેને કેવો જોઈએ રાજકુમાર
સિંધિયાની દીકરી રાજકુમારી અનન્યા રાજે પોતાના પપ્પાની જાન છે. આવો તમને જણાવીએ તેમની દીકરી રાજકુમારી અનન્યા વિશે.
18 વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલ સિંધિયા રાજપરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા બની ચૂક્યા છે. સિંધિયાના આ નિર્ણય પર તેમના પરિવાર તરફથી પણ સકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી છે. દીકરા મહાઆર્યમાને પપ્પાના નિર્ણયને ગર્વ કરનાર નિર્ણય ગણાવ્યો છે. સિંધિયા પોતાના પિતા માધવરાવ સિંધિયાની જેમ જ એક ફેમિલી મેન છે અને એક ઈન્ટરવ્યુમાં તેમણે ખુદ કહ્યુ હતુ કે તેમના બાળકોમાં તેમનો જીવ છે. સિંધિયાની દીકરી રાજકુમારી અનન્યા રાજે પોતાના પપ્પાની જાન છે. આવો તમને જણાવીએ તેમની દીકરી રાજકુમારી અનન્યા વિશે.

પહેલી વાર જાન્યુઆરી 2019માં સામે આવી
અનન્યા રાજેની પહેલી ઝલક સાર્વજનિક રીતે જાન્યુઆરી 2019માં ફ્રાંસની રાજધાની પેરિસમાં થયેલા પ્રતિષ્ઠિત બૉલડાંસ ઈવેન્ટમાં જોવામાં આવી હતી. એ વખતે 16 વર્ષની અનન્યાએ આ ઈવેન્ટમાં લીકોઆનેત-હેમંતનો ડિઝાઈન કરેલો બૉલ ગાઉન પહેર્યુ હતુ. દિલ્લીના બ્રિટિશ સ્કૂલમાં ભણતી અનન્યાને અહીં પોતાના ડિઝાઈનરને પણ 'જી' સાથે સંબોધિત કરતા સાંભળવામાં આવી હતી.

ઘોડેસવારીની શોખીન
રાજકુમારી પોતાના ભાઈ મહાઆર્યમાન સાથે આ બૉલ ઈવેન્ટમાં શામેલ અનન્યા રાજે ઘોડેસવારીની શોખીન છે. આઠ વર્ષની ઉંમરથી જ તે પોતાના આ શોખને પૂરો કરી રહી છે અને તેનો પરિવાર ઇચ્છે છે કે તે આને આગળ વધારે. તેમની પાસે એક ઘોડો છે અને તેનુ નામ ગિગી છે. અમેરિકી ડિઝાઈનર વર્જલ અબ્લોહ તેના ફેવરિટ ફેશન ડિઝાઈનર છે અને તેને મેકઅપનો વધુ શોખ નથી.

ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ ડરામણો અનુભવ
રાજકુમારી અનન્યાના જણાવ્યા મુજબ ઋષિકેશમાં રીવર રાફ્ટિંગ તેનો અત્યાર સુધીનો પડકારરૂપ અનુભવ છે અને તે આને પોતાનો અત્યાર સુધીને ડરામણો અનુભવ ગણાવી ચૂકી છે. અનન્યાની કમજોરી બટર ચિકન છે અને ભારતથી બહાર જ્યાં ક્યાંય પણ આ ડિશ જુએ ત્યાં ચાખવાનુ નથી ભૂલતી. જ્યોતિરાદિત્ય અને પ્રિયદર્શનીની લાડલી અનન્યા પેરિસના લા બેલે ઈવેન્ટમાં ભાગ લેનારી સૌથી નાની ઉંમરની પ્રતિસ્પર્ધી હતી.

કેવો હશે પ્રિન્સ ચાર્મિંગ
અનન્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ, ડેડ ઈચ્છે છે કે હું લિબરલ આર્ટ્સમાં અભ્યાસ કરુ અને મને ફાઈન આર્ટ્સનુ જૂનુન છે. આશા છે કે હું કોઈ દિવસ બ્રાંડિંગ કે પછી ગ્રાફિક ડિઝાઈનમાં આગળ વધીશ. આ ઈન્ટરવ્યુમાં તેણે પોતાના પ્રિન્સ ચાર્મિંગ વિશે પણ જણાવ્યુ હતુ. અનન્યાએ કહ્યુ હતુ તેને પોતાની જિંદગીમાં એક એવો વ્યક્તિ જોઈએ જે દયાળુ હોય અને જેની સેન્સ ઑફ હ્યુમર સારી હોય.












Click it and Unblock the Notifications
