Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મીડિયા ટાઈકૂન અને રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનુ 87 વર્ષની ઉંમરે નિધન

Ramoji Rao Death: મીડિયા ટાઈકૂન અને રામોજી ગ્રુપના ચેરમેન ચેરુકુરી રામોજી રાવનું આજે શનિવારે (08 જૂન) સવારે નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થતાં 5 જૂને તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રામોજી રાવ વય સંબંધિત બિમારીઓથી પીડિત હતા. ડૉકટરોએ તેમના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યો હતો અને તેમને ICUમાં વેન્ટિલેટર પર મૂક્યા હતા. પરંતુ કમનસીબે તેમની તબિયત બગડતી ગઈ અને મેડીકલ સુવિધાઓ છતાં તેમનુ નિધન થઈ ગયુ. થોડા વર્ષો પહેલા રામોજી રાવને આંતરડાનું કેન્સર પણ હતુ પરંતુ તેમણે કેન્સરને હરાવ્યું હતું.

Ramoji Rao

Who Was Ramoji Rao: રામોજી રાવ વિશે જાણો

રામોજી રાવનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ રામોજી છે. તેઓ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના વતની હતા. રામોજી રાવ દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મીડિયા ટાયકૂન છે. રામોજી રાવને ભારતના "રૂપર્ટ મુર્ડોક" પણ કહેવામાં આવે છે. રામોજી રાવ રામોજી ગ્રુપના ચેરમેન હતા.

આ સિવાય રામોજી રાવ વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટીના માલિક હતા. રામોજી ફિલ્મ સિટી સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો છે. રામોજી રાવ ઈનાડુ અખબાર, ETV નેટવર્ક જેવી ટીવી ચેનલો અને ફિલ્મ નિર્માણ કંપની ઉષા કિરણ મૂવીઝના માલિક પણ હતા.

રામોજી રાવના અન્ય વ્યવસાયોમાં માર્ગદર્શી ચિટ ફંડ, ડૉલ્ફિન ગ્રુપ ઓફ હોટેલ્સ, કલાંજલિ શોપિંગ મોલ, પ્રિયા પિકલ્સ અને મયુરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સનો સમાવેશ થાય છે. તેઓ આંધ્રપ્રદેશમાં ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટેલ્સના ચેરમેન પણ હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X