શ્રદ્ધા પછી દિલ્લીની આયુષીને પણ આપ્યુ દર્દનાક મોત, યમુના એક્સપ્રેસવે પર સૂટકેસમાં મળેલી યુવતીનો હત્યારો કોણ?
દિલ્લીમાં શ્રદ્ધા વૉકર હત્યાકાંડ બાદ મથુરામાં યમુના એક્સપ્રેસવેના કિનારે સૂટકેસમાં એક યુવતીની લોહીથી લથપથ લાશ મળી હતી.
દિલ્લીમાં શ્રદ્ધા વૉકર હત્યાકાંડ બાદ મથુરામાં યમુના એક્સપ્રેસવેના કિનારે સૂટકેસમાં એક યુવતીની લોહીથી લથપથ લાશ મળી હતી. તેની ઓળખ દિલ્લીના બદરપુરની નિવાસી 21 વર્ષીય આયુષી યાદવ તરીકે થઈ છે. તેની મા અને ભાઈએ ઓળખ કરી છે. આ મામલે પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યુકે આરોપી પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ મામલે ખુલાસો કરવામાં આવશે.

આયુષી યાદવ મૂળ યુપીના ગોરખપુરની રહેવાસી હતી પરંતુ તે તેના પરિવાર સાથે દિલ્લીના બદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોલડબંધ વિસ્તારમાં રહેતી હતી. તેના પિતા નિતેશ યાદવ ઇલેક્ટ્રિશિયનનુ કામ કરે છે. પોલીસ મૃતકના માતા-પિતા અને ભાઈની પણ પૂછપરછ કરી રહી છે.
પોલીસ આને ઓનર કિલિંગનો મામલો માની રહી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે પિતાએ પુત્રીને ગોળી મારી હતી અને પછી મૃતદેહને સૂટકેસમાં ભરીને મથુરાના રાયા વિસ્તારમાં ફેંકી દીધો હતો. આયુષીનો મૃતદેહ યમુના એક્સપ્રેસ વેની બાજુમાં લાલ રંગની સૂટકેસમાંથી મળી આવ્યો હતો. યુવતીના માથા, હાથ અને પગ પર ઈજાના નિશાન હતા. તેને છાતી પર ગોળી વાગી હતી. મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા આયુષી તેના પિતા નિતેશ યાદવને જાણ કર્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તેના પિતા ગુસ્સે થઈ ગયા અને તેને ગોળી મારી દીધી. ત્યારબાદ તેના શરીરને પ્લાસ્ટિકમાં લપેટી, તેને ટ્રોલી બેગમાં ભરી અને બેગને ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ફેંકી દીધી.
શુક્રવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મૃતદેહને પોલીથીન બેગમાં લપેટીને ટ્રોલી બેગમાં ભરી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં પોલીસ લાશની ઓળખ કરી શકી ન હતી. સર્કલ ઓફિસર (CO) આલોક સિંહે શુક્રવારે પીટીઆઈને જણાવ્યુ હતુ કે ઘટના અંગેની માહિતી આસપાસના તમામ જિલ્લાઓના પોલીસ સ્ટેશનોને મોકલી દેવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.
તમને જણાવી દઈએ કે શુક્રવારે, 18 નવેમ્બરના રોજ યમુના એક્સપ્રેસ વે નજીક એક સૂટકેસમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. યુવતીને છાતીમાં ગોળી વાગી હતી. શરીર પર ઈજાના ઘણા નિશાન છે જે દર્શાવે છે કે યુવતીએ હત્યા પહેલા પોતાને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
