બુધવારે બેંગ્લોરમાં મલ્લિકાર્જુન ખડગે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે-સુત્રો

કર્ણાટકના નવા મુખ્યમંત્રીને લઈને પેચ ફસાયો છે. કોંગ્રેસ હાઈ કમાન્ટની બેઠકો પર બેઠકો ચાલી રહી છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારો અનુસાર, બુધવારે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે.

સૂત્રોના હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે બેંગ્લોરમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરશે. મલ્લિકાર્જુન ખડગે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સલાહ લઈ રહ્યા છે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેશે.

Mallikarjun Khadge

કર્ણાટકમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારમાંથી પસંદગી માટે હાઈ કમાન્ટને ટાઈમ લાગી રહ્યો છે. બીજી તરફ કર્ણાટકના આગામી સીએમ કોણ હશે તેની અંગે કોંગ્રેસ પાર્ટી સાથે સાથે પાર્ટીના કાર્યકરો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એક તરફ મંથન ચાલી રહ્યુ છે તો બીજી તરફ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સિવાય જી પરમેશ્વરના સમર્થકો તેમને સીએમ બનાવવાની માંગ ઉઠાવી રહ્યા છે. કર્ણાટકમાં જી પરમેશ્વરને સીએમ પદ માટે નોમિનેટ કરવાની માંગ સાથે ધરણા યોજાઈ રહ્યા છે.

આ અઠવાડિયે સોમવાર સુધીમાં કર્ણાટકના સીએમની જાહેરાત થવાની ધારણા હતી. કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોએ નિર્ણય રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર છોડી દીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X