મહાત્મા ગાંધીના પૌત્રી ઉષા ગોકાણીનુ 89 વર્ષની વયે નિધન, પાંચ વર્ષથી હતા બિમાર
મહાત્મા ગાંધીના પૌત્રી ઉષા ગોકાણીનુ મંગળવારે મુંબઈમાં નિધન થઈ ગયુ. તેઓ છેલ્લા પાંચ વર્ષથી બિમાર હતા.

મુંબઈઃ મહાત્મા ગાંધીના પૌત્રી ઉષા ગોકાણીનુ મંગળવારે મુંબઈમાં નિધન થઈ ગયુ. મણિ ભવનના કાર્યકારી સચિવ મેઘશ્યામ અજગાંવકરે પીટીઆઈ-ભાષાને જણાવ્યુ કે 89 વર્ષીય ઉષા ગોકાણી, છેલ્લા પાંચ વર્ષથી બિમાર હતા અને બે વર્ષથી પથારીવશ હતા. તેઓ મુંબઈમાં મણિ ભવનમાં સ્થિત ગાંધી સ્મારક નિધિ પૂર્વ અધ્યક્ષ હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં મણિભવનનુ વિશેષ મહત્વ છે.
ગોકાણીએ તેમનું બાળપણ વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં વિતાવ્યુ હતુ, જેની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી. ગાંધી સ્મારક નિધિ, મુંબઈની સ્થાપના તેમના જીવનકાળ દરમિયાન મહાત્મા ગાંધી સાથે સંકળાયેલી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓના સંચાલન અને પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધી 1917થી 1934 સુધી ઘણી વખત મણિ ભવનમાં રોકાયા હતા. સ્મારક નિધિએ ઔપચારિક રીતે 2 ઑક્ટોબર, 1955ના રોજ કામ કરવાનુ શરૂ કર્યુ, જ્યારે મણિ ભવન તત્કાલીન ગાંધી મેમોરિયલ સોસાયટીને સોંપી દેવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
