Maharashtra Political crisis : SC સામે કોશ્યારીની હોશિયારી, કહ્યું - તો મારે શું એમ કહેવું જોઇતું હતું કે...
Maharashtra Political crisis : મહારાષ્ટ્ર રાજનૈતિક સંકટ અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ પોતાના નિર્ણયમાં શિંદે સરકારને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, મહારાષ્ટ્રના તત્કાલિન રાજ્યપાલે કાયદાની વિરુદ્ધમાં કાર્ય કર્યું હતું. જેનો જવાબ મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું કે, હું માત્ર સંસદીય અને વિધાયક પરંપરાને જાણું છું અને તે મુજબ મેં જે પગલાં લીધાં તેના પર વિચાર કરવામાં આવ્યો. રાજીનામું મારી પાસે આવ્યું ત્યારે હું શું એમ કહેતો કે, રાજીનામું ના આપો.

આ અગાઉ સુપ્રીમના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણીઓ થઈ હતી, ત્યારે નૈતિકતા વિશે વાત કરવી વધુ સારું હતું. પછી જનતાનો નિર્ણય જોઈને નૈતિકતાની વાત કરી હોત તો ભાજપ-શિવસેનાની સરકાર બની હોત, પણ ખુરશી મેળવવાનો નિર્ણય લીધો હતો.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, બીજી તરફ ઉદ્ધવના રાજીનામા પર એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, તમે (ઉદ્ધવ ઠાકરે) રાજીનામું આપી દીધું છે. તમારી પાસે લઘુમતી હતી, કેટલા લોકો બાકી હતા? તેઓ જાણતા હતા કે, તેમની હાર થશે અને પછી રાજ્યપાલે યોગ્ય નિર્ણય લીધો, અમે શિવસેના અને બાલાસાહેબની વિચારધારાને બચાવવાનું કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, અમે એકનાથ શિંદે સરકારને અયોગ્ય ઠેરવી શકીએ નહીં. અમે જૂની સરકારને પણ પુનઃસ્થાપિત કરી શકતા નથી. કારણ કે ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો પણ કર્યો ન હતો. તેમણે પોતે રાજીનામું આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, હું દેશદ્રોહી સાથે સરકાર કેવી રીતે ચલાવીશ. શિંદે સરકારમાં નૈતિકતા નથી, નહીંતર આજે તેમણે રાજીનામું આપી દીધું હોત. જેના જવાબમાં ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતુ કે, નૈતિકતાની વાત કરવી ઉદ્ધવ ઠાકરેને શોભે નથી. હું તેમને પૂછું છું કે, જ્યારે તેઓ ભાજપ સાથે ચૂંટાયા અને કોંગ્રેસ અને એનસીપી સાથે મુખ્યપ્રધાન બન્યા, ત્યારે તેમણે નૈતિકતાને કયા ડબ્બામાં મૂકી દીધી હતી.
#WATCH | Former Maharashtra Governor Bhagat Singh Koshyari reacts on Supreme Court verdict on Uddhav Thackeray vs Eknath Shinde
— ANI (@ANI) May 11, 2023
Supreme Court has said that the then Maharashtra Governor had acted against the law. pic.twitter.com/EgaT8yDrWY
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
