Maharashtra Election Survey : હાલની સ્થિતીએ મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડીમાં કોણ આગળ? જાણો લેટેસ્ટ

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહિનાથી ઓછો સમય છે ત્યારે તમામ પાર્ટીઓ મેદાને ઉતરી ચુકી છે.

આ વખતે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સાથે સત્તાધારી મહાયુતિ મેદાને છે. આ ચૂંટણીમાં બન્ને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે તે નક્કી છે.

Maharashtra Election Survey

આ ચૂંટણીમાં સ્થિતી ઘણી અલગ છે. મહારાષ્ટ્રે છેલ્લા પાંચ વર્ષમાં ઘણું જોયું છે. જે પાંચ વર્ષ પહેલા સાથી પક્ષ તરીકે ચૂંટણી લડતા હતા તે આ વખતે સામસામે છે.

આ વખતે શિવસેના અને એનસીપી જેવી પાર્ટીઓ બે ભાગમાં તુટીને સામસામે છે તો બીજેપી સામે શિવસેના ઉદ્ધવ જૂથ પુરી તાકાત લગાવી રહ્યું છે.

રાજ્યમાં ચૂંટણી પ્રચાર વચ્ચે MIT-SOG-Lokniti-CSDS Pre-Poll Survey સામે આવ્યો છે. આ સર્વેમાં ચૂંટણી કઈ દિશામાં જઈ રહી છે તેનો અંદાજ મળી રહ્યો છે.

MIT-SOG-લોકનીતિ-CSDS પ્રી-પોલ સર્વેએ તમામ રાજકીય પક્ષોમાં હલચલ મચાવી દીધી છે. આ સર્વે ધ હિન્દુ અખબાર દ્વારા પ્રકાશિત કરાયો છે. સર્વે અનુસાર, રાજ્યના લોકો મહાયુતિ સરકારના કામથી ખુશ છે અને પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલી અનેક યોજનાઓથી તેઓ સંતુષ્ટ છે. આ પાર્ટીને હાલમાં જ શરૂ થયેલી લડકી બહિંન યોજનાનો લાભ ચૂંટણીમાં મળી શકે છે.

જણાવી દઈએ કે, 21 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવેલ આ સર્વે દર્શાવે છે કે મહાયુતિ સરકાર પ્રત્યે જનતામાં કોઈ નકારાત્મક લહેર નથી. આ સર્વે રાજ્યના 39 વિધાનસભા મતવિસ્તારો (ACs) પર હાથ ધરવામાં આવ્યો છે પરંતુ મહારાષ્ટ્રના મતદારો હજુ સુધી બંને ગઠબંધનમાંથી કોઈ એકથી પ્રભાવિત થયા નથી. બહુમતી મતદારો વર્તમાન સરકારથી સંતુષ્ટ છે પરંતુ બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે.

જણાવી દઈએ કે, હાલની સ્થિતીમાં મહાયુતિ પાસે 218 સીટો છે. મહાયુતિ ગઠબંધનમાં ભાજપ ઉપરાંત શિવસેના, NCP (અજિત પવાર), BVA, PJP, MNS, RASHP, PWPI, JSS પક્ષો સામેલ છે.

બીજી તરફ મહાવિકાસ આઘાડી પાસે કુલ 77 બેઠકો છે. તેમાં કોંગ્રેસ, NCP (શરદચંદ્ર પવાર), શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સિવાય CPI(M), SWPનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X