Maharashtra Election 2024 : મહારાષ્ટ્રની આ સીટો પર મુસ્લિમ મતદારો નક્કી કરે છે પરિણામ, જુઓ લિસ્ટ

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરી ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન પહેલા તમામ પક્ષોની નજર મુસ્લિમ બહુલ સીટો પર છે. રાજ્યની ઘણી સીટો પર મુસ્લિમ મતદારો પરિણામ નક્કી કરે છે.

muslim voters

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ઘણા મુસ્લિમ સંગઠનોએ ટિકીટની માંગ કરી હતી. આનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં એવી ઘણી વિધાનસભા બેઠકો છે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ સીટ પર ઉમેદવારોની જીત-હાર મુસ્લિમ મતદારો નક્કી કરે છે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની કુલ વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા 11.56 ટકા છે. મહારાષ્ટ્રની કુલ વસ્તી 11.24 કરોડ છે, જેમાંથી 1.3 કરોડ મુસ્લિમ છે.

મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકોમાંથી કુલ 38 વિધાનસભા બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમ વસ્તી ઓછામાં ઓછી 20% છે, જેમાંથી નવ બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ વસ્તી 40% થી વધુ છે.

મુંબઈની 10 વિધાનસભા બેઠકો પર 25% થી વધુ મુસ્લિમ વસ્તી છે, જે આ વિસ્તારોમાં મુસ્લિમોનો નોંધપાત્ર પ્રભાવ દર્શાવે છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને લઘુમતી સમુદાયમાંથી સારા મતો મેળવ્યા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, મુંબઈમાં કેટલીક એવી બેઠકો છે જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આમાંથી ઘણી બેઠકો મુસ્લિમ મતદારોની પસંદગીના આધારે જીત કે હાર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

મુંબઈની આ સીટો પર મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ

  • માનખુર્દ-શિવાજીનગરમાં 53%
  • મુંબાદેવીમાં 50.9%
  • ભાયખલામાં 41.05%
  • ધારાવીમાં 33.05%
  • વર્સોવામાં 33.05%
  • બાંદ્રા પૂર્વમાં 33.01%
  • મલાડ પશ્ચિમમાં 27.07%
  • અંધેરી પશ્ચિમમાં 27.01%
  • બાંદ્રા પશ્ચિમમાં 25.03%

ક્યારે કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા?

  • 1962માં 11 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા
  • 1967માં 9 મુસ્લિમ ઉમેદવારો જીત્યા
  • 1972માં 13 મુસ્લિમ ઉમેદવારો જીત્યા
  • 1978માં 11 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા
  • 1990માં 7 ઉમેદવારો જીત્યા હતા
  • 1972, 1980 અને 1999માં સૌથી વધુ 13 મુસ્લિમ ઉમેદવારો જીત્યા
  • 2019ની ચૂંટણીમાં 10 મુસ્લિમ ઉમેદવારો જીત્યા
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X