Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર અને ઝારખંડ જીતવા કોંગ્રેસની મોટી રણનીતિ, 14 ઓબ્ઝર્વર મેદાનમાં ઉતાર્યા

Maharashtra-Jharkhand Assembly Election 2024 : હરિયાણા અને ઝારખંડમાં નિષ્ફળતા મળ્યા બાદ કોંગ્રેસ મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં પુરી તાકાતથી ઉતરવા જઈ રહી છે.

કોંગ્રેસે ચૂંટણી જાહેર થતાની સાથે જ રણનીતિ પર કામ શરૂ કરી દીધુ છે. આ ક્રમમાં જ કોંગ્રેસ પાર્ટીએ બન્ને રાજ્યોમાં 14 જેટલા ઓબ્ઝર્વરને ઉતાર્યા છે.

Maharashtra Election 2024

અહેવાલો અનુસાર, કોંગ્રેસના આ નિરીક્ષકોની કટોકટીનું સંચાલન કરવાની જવાબદારી હશે, જેથી હરિયાણા જેવી સ્થિતિ ઊભી ન થાય. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીતેલી લડાઈ હાર્યા બાદ કોંગ્રેસે હવે સતર્ક થઈ ગઈ છે.

કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રને 5 ઝોનમાં વહેંચી દીધું છે અને નિરીક્ષકોની નિમણૂક કરી છે. અશોક ગેહલોત અને જી પરમેશ્વરને મુંબઈ અને કોંકણ ઝોનના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

આ સિવાય સાંસદ તારિક અનવર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અધીર રંજન ચૌધરી અને તેલંગાણાના ડેપ્યુટી સીએમ ભાટી વી મલ્લુને ઝારખંડના વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સિવાય સચિન પાયલટ અને ઉત્તમ રેડ્ડીને મરાઠવાડાના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે, ભૂપેશ બઘેલ, ચરણજીત સિંહ ચન્ની અને ઉમંગ સિંઘરને વિદર્ભના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ ટીએસ સિંહદેવ અને એમબી પાટીલને પશ્ચિમ મહારાષ્ટ્રના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે અને નાસિર હુસૈન અને એ સિતક્કાને ઉત્તર મહારાષ્ટ્રના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે અને મહાસચિવ મુકુલ વાસનિકને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વાસનિક અને પાંડેને રાજ્ય ચૂંટણી સંયોજક બનાવવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X