Maharashtra Election 2024 : મહારાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટ પર અટકી છે તમામ પાર્ટીઓની નજર, જાણો કેમ?

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે ઈન્ડિયા એલાયન્સ સામે મહાયુતિનો જંગ છે.

20 નવેમ્બરે થનારા મતદાન પહેલા મહારાષ્ટ્રની રાજનીતિક પાર્ટીઓ પ્રચાર માટે મેદાને પડી છે. આ વખતે તમામ પાર્ટીઓની નજર મહારાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટ પર છે.

Maharashtra Election

મહારાષ્ટ્રની રાજનીતિમાં કોસ્ટલ બેલ્ડનું વિશેષ મહત્વ છે. આ વખતે આ વિસ્તારોમાં મુકાબલો કાંટાનો રહેશે તે નક્કી છે. અહીં બે ભાગમાં વહેંચાયેલી શિવસેના વચ્ચે ટક્કર છે.

જણાવી દઈએ કે, મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર અત્યંત શહેરી અને ઔદ્યોગિક વિસ્તાર છે અહીં કુલ 75 વિધાનસભા બેઠકો અને 12 લોકસભા બેઠકો છે. આ પ્રદેશની 75 વિધાનસભા બેઠકો રાજ્ય સરકારને ચૂંટવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં શિવસેના, ભાજપ અને એનસીપીના મહાયુતિ ગઠબંધને આ પ્રદેશમાં સાત બેઠકો જીતી હતી.

બીજી તરફ બીજેપીએ પાલઘર, રત્નાગીરી-સિંધુદુર્ગ અને મુંબઈ ઉત્તર સીટ જીતી હતી, જ્યારે એનસીપીના સુનિલ તટકરે સતત બીજી વખત રાયગઢમાં તેમની સીટ જીતી છે.

લોકસભા ચૂંટણીમાં સાત બેઠકો જીત્યા બાદ મહાયુતિ ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીમાં આ પ્રદેશમાંથી મહત્તમ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખે છે.

બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે કોંકણ ક્ષેત્રમાં ભાજપ માટે મહત્વની ભૂમિકા ભજવી શખે છે. અન્ય મુખ્ય મતવિસ્તારોમાં થાણે શહેર અને મુંબઈમાં વરલીનો સમાવેશ થાય છે.

અહીં એકનાથ શિંદે અને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરે ચૂંટણી લડી રહ્યા છે. હરીફાઈ મુખ્યત્વે શિવસેનાના જૂથો વચ્ચે છે, જેમાં હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા શહેરી મુદ્દાઓ છે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર કોંગ્રેસ પાર્ટીનો પ્રભાવ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટ્યો છે, ખાસ કરીને મુંબઈમાં જ્યાં શિવસેના UBTએ MVAમાં સ્થાન મેળવ્યું છે.

મુંબઈ રિજનના 75 મતવિસ્તારોમાં છ બેઠકો સાથે આદિવાસી પ્રભુત્વ ધરાવતા પાલઘર, 18 બેઠકો સાથે થાણે, જેમાં થાણે શહેરની છ બેઠકો અને 36 બેઠકો સાથે મુંબઈનો સમાવેશ થાય છે. રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં 15 સીટો છે.

મહારાષ્ટ્રમાં લોકસભાના નિરાશાજનક પરિણામો બાદ 2024ની વિધાનસભા ચૂંટણીને ભાજપ માટે મહત્વી છે. 2019માં તેની સંખ્યા 23થી ઘટીને નવ બેઠકો પર આવી ગયા બાદ પાર્ટી પર તેનું સ્થાન પાછું મેળવવા પ્રેસર છે.

વિધાનસભામાં 2014માં બીજેપીએ 122 બેઠકો જીતી હતી. અવિભાજિત શિવસેના સાથે જોડાણમાં 2019માં આ સંખ્યા ઘટીને 105 બેઠકો થઈ. આનાથી વિપરિત કોંગ્રેસ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 44 બેઠકો જીત્યા બાદ MVA ગઠબંધનમાં તેની સ્થિતિ મજબૂત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X