Maharashtra : એકનાથ શિંદેની તબિયત લથડી, ડોક્ટરોની ટીમ તપાસ માટે પહોંચી
Eknath Shinde : એક તરફ મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને હંગામાનો માહોલ છે તો બીજી તરફ કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત લથડી છે.
અહેવાલો અનુસાર, એકનાથ શિંદેની તબિયત અચાનક લથડતા તપાસ માટે ડોક્ટોરની ટીમ પહોંચી હતી. ડોક્ટરો તેમના ગામ સતારામાં તેમની તબિયત પર નજર રાખી રહ્યાં છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદેને તાવ, શરદી અને ગળામાં ઈન્ફેક્શન છે. એક-બે દિવસમાં ઠીક થઈ જશે. ગઈકાલથી તેમની તબિયત સારી નહોતી અને હવે સારવાર શરૂ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને મહાયુતિમાં ઘમાસાણનો માહોલ છે. અહેવાલો એવા પણ છે કે એકનાથ શિંદે નારાજ છે અને એટલે જ તેમના ગામ સતારા પહોંચ્યા છે. અમિત શાહ સાથે મુલાકાત થયા બાદ શિંદે ગામ જવા રવાના થઈ ગયા હતા.
અમિત શાહ અને મહાયુતિના નેતાઓ એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત થઈ હતી. મીડિયા સાથે વાત કરતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં સરકારની રચનામાં અવરોધ નહીં બને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સમર્થન કરશે.
જો કે આ પછી ઘટનાક્રમમાં વળાંક આવ્યો અને શિંદે નારાજ થઈને ગામ રવાના થઈ ગયા. અહેવાલો એવા પણ છે કે મુખ્યમંત્રી દને લઈને એકનાથ શિંદે નારાજ છે અને પદ છોડવા નથી માંગતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
