અજીત પવારે શિંદે સરકારમાં લીધા નાયબ મુખ્યમંત્રી પદના શપથ, જાણો કોને કોને મળ્યું મંત્રી પદ
Maharashtra Deputy CM : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપ આવ્યો છે. એનસીપી નેતા અજિત પવારે ફરી પાર્ટીમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. અજીત પોતાના 30 સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા છે.
અજીત પવાર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈને મંત્રી બની શકે છે. એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે પણ બળવાખોર વલણ દાખવ્યું છે. અજિત પવાર સહિત NCPના 9 ધારાસભ્યો મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લેશે.

અહેવાલો અનુસાર, અજિત પવારને અત્યાર સુધી 30 ધારાસભ્યોના હસ્તાક્ષર કરવામાં આવેલા સમર્થન પત્ર છે. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળ દ્વારા પણ શિંદે-ફડણવીસ સરકારમાં મંત્રી તરીકે શપથ લેવામાં આવ્યા છે. અજિત પવારે વિપક્ષના નેતા પદેથી રાજીનામું રાજ્યપાલ રમેશ બૈસને સોંપી દીધું છે.
બીજી તરફ એનસીપીના ધારાસભ્ય સંજય બન્સોડે પણ મંત્રી પદના શપથ લેશે. ધનંજય મુંડે પણ મંત્રી બની શકે છે. એનસીપી નેતા હસન મુશરફની સાથે ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ પણ મંત્રી બની શકે છે.
#WATCH महाराष्ट्र राजभवन में सीएम एकनाथ शिंदे, NCP नेता अजीत पवार और छगन भुजबल मौजूद हैं। वीडियो राजभवन के अंदर की है। pic.twitter.com/WEqv1KY81Z
— ANI_HindiNews (@AHindinews) July 2, 2023












Click it and Unblock the Notifications
