Mahrajganj News : વિપક્ષ પર વરસ્યા યોગી, કહ્યું - પરિવારવાદ અને જાતિવાદને પ્રોત્સાહિત કરતી હતી પહેલાની સરકારો
Maharajganj News : ગોરખપુર પ્રવાસના બીજા દિવસે શનિવારના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહરાજગંજમાં જનસભાને સંબોધી હતી. જેમાં તેણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. આ સાથે તેમણે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરી છે.
જનસભાને સંબોધતા મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત વિકાસ કાર્યોને મહત્વ આપી રહી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા વધી છે. આજે ભારત વિશ્વમાં એક નેતાની ભૂમિકામાં છે. દેશે વિકાસના અનેક રેકોર્ડ સ્થાપ્યા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસની અગાઉની સરકારો ગરીબોને લૂંટવાનું કામ કરતી રહી છે. આ અગાઉની સરકારોએ યુવાનોને પિસ્તોલ પકડાવીને ગુનાખોરી તરફ ધકેલી દીધા હતા, જ્યારે ભાજપ સરકાર તેમને લેપટોપ આપી રહી છે. આજે રાજ્યમાં કાયદાનું શાસન છે. પહેલા ધંધાર્થીઓને માથું નમાવીને ચાલવું પડતું હતું, પરંતુ આજે માફિયાઓએ માથું નમાવીને ચાલવું પડે છે. આજે અહીંના યુવાનો ગર્વથી કહી શકે છે કે, હું મહારાજગંજનો છું. આ અગાઉ તેને પોતાની ઓળખ છુપાવવી પડતી હતી.
UP CM એ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. વડાપ્રધાન મોદીએ સુદાન કટોકટીમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત તેમના ઘરે પહોંચાડ્યા હતા. વિદેશમાં રહેતા ભારતીયોને પણ આજે પોતાના દેશ પર ગર્વ છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના રોગચાળા દરમિયાન મફત સારવાર કરવામાં આવી હતી. 15 કરોડ લોકોને રાશનની સુવિધા આપવામાં આવી રહી છે. ખેડૂત છાતી લંબાવીને ચાલી રહ્યો છે. ખેડૂતને સન્માન, યુવાનોનું સન્માન, મહિલાઓની સુરક્ષા, મેડિકલ કોલેજ, એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
