Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કૃષિકાયદાના વિરોધમાં કરનાલમાં મહાપંચાયત, હજારો ખેડૂતો એકઠા થયા, ઇન્ટરનેટ બંધ

કૃષિકાયદાના વિરોધમાં કરનાલમાં મહાપંચાયત, હજારો ખેડૂતો એકઠા થયા, ઇન્ટરનેટ બંધ

આજે કરનાલમાં ખેડૂત મહાપંચાયત થઈ રહી છે, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. જેને પગલે કરનાલ અને આસપાસના જિલ્લાઓમાં સરકાર દ્વારા ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

મહાપંચાયતમાં રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, બલબીરસિંહ રાજેવાલ, ગુરનામસિંહ સહિતના ખેડૂતનેતાઓ પણ હાજર છે.

જિલ્લાના તંત્ર દ્વારા કલમ 144 પણ લાદી દેવાઈ છે અને સંખ્યાબંધ પોલીસકર્મીઓ ગોઠવી દેવાયા છે.

કૃષિકાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો મહાપંચાયતોનું આયોજન કરી રહ્યા છે, જેના ભાગરૂપે કરનાલમાં મહાપંચાયત બોલાવાઈ છે.

કરનાલમાં ચાંપતો બંદોબસ્ત, કલમ 144 લાગુ કરાઈ

કરનાલ અને તેની આસપાસના ચાર જિલ્લામાં ઇન્ટરનેટ બંધ છે, ગૃહવિભાગ તરફથી જારી આદેશ અનુસાર આ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સોમવારે બપોરે 12.30 વાગ્યાથી મંગળવાર મધરાત સુધી બંધ રહેશે.

જિલ્લામાં શાંતિ અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'મોબાઇલ ઇન્ટરનેટ, એસએમએસ અને ડૉન્ગલથી ચાલતા ઇન્ટરનેટની સેવા બંધ રહેશે.'

અત્રે નોંધવું કે મુઝફ્ફરનગરમાં 5મી તારીખે મહાપંચાયત યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા.


મુઝફ્ફરનગરની મહાપંચાયત

રાકેશ ટિકૈત સહિતના ખેડૂતનેતા કૃષિકાયદા પાછા ખેંચાવવાની માગ પર અડગ

આજે કરનાલમાં મહાપંચાયત હોવાથી તંત્ર દ્વારા ચંડીગઢથી દિલ્હી જતાં અને દિલ્હીથી હરિયાણા જતા લોકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરી છે.

પ્રશાસને કહ્યું છે કે તેઓ સુનિશ્ચિત કરશે કે ખેડૂતો દ્વારા હાઈવે જામ ન કરવામાં આવે.

જ્યારે બીજી તરફ ખેડૂતનેતાઓએ આહ્વાન કર્યું છે કે તેઓ બૅરિકેડ તોડીને ઘૂસી જશે અને વિરોધ નોંધવાશે.


'મરી જઈશું પણ આંદોલન નહીં છોડીએ’

પ્રદર્શન કરનારા ખેડૂતો પીછેહટ નહીં કરે

આ અગાઉ ખેડૂતનેતા રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગર ખાતે યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે ખેડૂતો પોતાની માગો પૂરી ન થાય, ત્યાં સુધી દિલ્હીની બૉર્ડરો પરથી નહીં હઠે.

રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગરમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે, "ખેડૂતો પોતાનો વિજય ન થાય, ત્યાં સુધી પાછળ નહીં હટે."

ખેડૂત મહાપંચાયત ત્રણ કૃષિકાયદાના વિરોધમાં યોજાઈ હતી. કાયદા પાછા ખેંચવાની માગને લઈને ખેડૂતો નવ મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.

રાકેશ ટિકૈતે કહ્યું, "અમે પ્રણ લઈએ છીએ કે અમે આંદોલનનું સ્થળ નહીં છોડીએ, ભલે ત્યાં અમારી કબરો કેમ ન ખોદાઈ જાય. જરૂર પડ્યે અમે પ્રાણ ત્યજી દઈશું, પરંતુ અમારી જીત ન થાય ત્યાં સુધી અમે આંદોલનસ્થળ નહીં છોડીએ."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/GGK43pwYBo0

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X