લખનઉ ગોળીકાંડઃ KGMUના ટ્રોમા સેન્ટર જઈને સીએમ યોગીએ ઘાયલ બાળકી લક્ષ્મી સાથે કરી મુલાકાત

UP CM Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે લખનઉમાં કોર્ટ પરિસરમાં ગોળીબારમાં ઘાયલ થયેલી દોઢ વર્ષની બાળકીને મળ્યા (આદિત્યનાથ કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ના ટ્રોમા સેન્ટરના વોર્ડમાં પહોંચ્યા) જ્યાં બાળકી લક્ષ્મીને દાખલ કરવામાં આવી હતી. અહીં તેમણે તેની તબિયત વિશે પૂછપરછ કરી હતી.

આ ઘટનામાં ગેંગસ્ટર-રાજકારણી મુખ્તાર અંસારીના સહયોગી સંજીવ મહેશ્વરી જીવાનો ગોળી વાગી હતી અને એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો હતો. મુખ્યમંત્રીએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓક્સિજન સપોર્ટ પર રહેલી બાળકીએ તેમની સામે જોયુ. તેમણે તેના કપાળને પણ સ્પર્શ કર્યો અને તેને ચોકલેટ આપી.

Yogi Adityanath

મુખ્ય તબીબી અધિક્ષક સંદીપ તિવારીના જણાવ્યા મુજબ, બાળકી અને પોલીસ કોન્સ્ટેબલની હાલત સ્થિર છે. બાળકી ઓક્સિજન સપોર્ટ પર છે અને તેની હાલત સ્થિર છે. આગામી 5-6 કલાકમાં, અમે તેના શરીરમાં ફસાયેલી ગોળી બહાર કાઢવા માટે તેનું ઓપરેશન કરીશું. બાળકીની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ તેના માતા-પિતાને ખાતરી આપી હતી કે તેને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે. તેમણે યુનિવર્સિટીને કહ્યું છે કે જો સારવાર માટે કંઈપણની જરૂર હોય તો સરકારને જાણ કરે. ડૉક્ટરોએ જણાવ્યું કે ગોળી પાછળથી છોકરીના શરીરમાં પ્રવેશી અને ત્વચાને પાર કરીને છાતીની બાજુમાં હતી.

પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરની ઓળખ વિજય યાદવ (24) તરીકે કરવામાં આવી હતી, જે જૌનપુર જિલ્લાનો રહેવાસી છે, તેને લગભગ 4 વાગે કોર્ટરૂમની બહાર ગોળી ચલાવવામાં આવ્યા બાદ સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો. સાક્ષીઓએ જણાવ્યુ હતુ કે હુમલાખોરે વકીલનો પોશાક પહેર્યો હતો અને લગભગ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આરોપીને વકીલોએ માર માર્યો હતો અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે લખનઉ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા (48)ને સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. યુપીના મુઝફ્ફરનગર જિલ્લાની રહેવાસી જીવા પર અનેક ગુનાહિત કેસ નોંધાયેલા હતા. તેમાં ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય અને પૂર્વ રાજ્ય મંત્રી બ્રહ્મ દત્તા દ્વિવેદીની હત્યા તેમજ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર જેવા આરોપો સાથે સંબંધિત 22 અન્ય કેસનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X