Valentine Week 2024: પ્રેમ મેળવવા છત પરથી કૂદી યુવતી, તૂટેલા પગ પર પ્લાસ્ટર બાંધીને કર્યા લગ્ન, જુઓ Video
Love Story Viral On Valentine Day 2024: ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો. 8મી ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીક શરૂ થશે અને પ્રેમીઓ 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરશે. આ દરમિયાન પ્રેમની અનેક લવ સ્ટોરીઝ જોવા અને સાંભળવા મળશે.
વર્ષ 2024ના વેલેન્ટાઈન વીકની શરૂઆત પહેલા સોશિયલ મીડિયા પર એક લવ સ્ટોરી વાયરલ થઈ રહી છે, જે દરેકના દિલને સ્પર્શી જશે. આ લવ સ્ટોરી ઉત્તર પ્રદેશના બાંદાની અમનદીપ અને આસ્થાની છે. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા અને કોર્ટ મેરેજ કરાવનાર વકીલે આ લવ સ્ટોરીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. (નીચે વીડિયો)

એડવોકેટ સંદીપ વર્માએ અમનદીપ અને આસ્થાનો વીડિયો શેર કર્યો હતો અને તેમની લવ સ્ટોરી જણાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એડવોકેટ સંદીપ વર્મા કહે છે કે આસ્થા અને અમનદીપ કોર્ટ મેરેજ માટે યુપીના બાંદાથી અમારી પાસે આવ્યા છે. તેમના પરિવારજનો લગ્ન માટે સહમત ન હતા.
અમનદીપ કોઈક રીતે આસ્થા સાથે સંદીપ વર્મા પાસે પહોંચ્યો. આસ્થાના બંને પગમાં પ્લાસ્ટર છે. એડવોકેટ વર્માના જણાવ્યા અનુસાર, આસ્થાને અમનદીપ સાથે આવવા માટે પહેલા માળેથી કૂદવું પડ્યું હતું. વીડિયોમાં અમનદીપ અને આસ્થા તેમના લવ મેરેજથી ખુશ છે અને કહે છે કે બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. લગ્ન બાદ વકીલે તેમને આર્ય સમાજ અને કોર્ટ મેરેજનુ સર્ટિફિકેટ બનાવીને આપ્યુ.
પ્રેમ માટે ઘરેથી ભાગીને લગ્ન કરનાર યુગલ અમનદીપ અને આસ્થાને સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન મળી રહ્યા છે. એક યુઝરે તો એમ પણ લખ્યું કે, 'ભાઈ, અમારી ભાભીને છેતરતા નહીં. વિચારો, એ તમારા માટે જમ્પ કરીને આવી છે' કોમેન્ટ્સમાં, કોઈએ તેને સાચી લવ સ્ટોરી કહી છે, તો કોઈએ તેને ખતરનાક લવ સ્ટોરી ગણાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
