Lok Sabha Speaker : લોકસભા સ્પીકર પદને લઈને TDP ખેલ કરવાની તૈયારીમાં? જાણો શું કહ્યું પાર્ટીએ?
Lok Sabha Speaker : એનડીએ સરકારમાં મંત્રીપદને લઈને ખેંચતાણ ચાલી રહી છે ત્યારે હવે બીજી તરફ લોકસભાના સ્પીકર પદને લઈને ખેંચતાણ શરૂ થઈ છે.
એનડીએ સરકારના શપથગ્રહણ બાદ સંસદનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સત્ર આઠ દિવસ સુધી ચાલશે. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી આ સત્રના ત્રીજા દિવસે 26 જૂને થશે.

આ ચૂંટણી પહેલા વિપક્ષ વારંવાર આગ્રહ કરી રહ્યો છે કે એનડીએના સહયોગી પક્ષો પાસે લોકસભા સ્પીકરનું પદ હોવું જોઈએ.
આ મુદ્દે નીતિશ કુમારના જનતા દળ (યુનાઈટેડ)એ સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જે પણ નિર્ણય લેશે તેનું પાર્ટી સમર્થન કરશે. ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ કહ્યું છે કે ગઠબંધનમાં તમામ પક્ષોની સહમતિથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે.
જનતા દળ (યુનાઈટેડ)ના નેતા કેસી ત્યાગીએ શનિવારે કહ્યું કે, જેડીયુ અને ટીડીપી એનડીએમાં સહયોગી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકિત ઉમેદવારને સમર્થન કરશે.
કેસી ત્યાગીએ ANIને કહ્યું કે, JDU અને TDP NDAમાં મજબૂતીથી છે. અમે ભાજપ દ્વારા નામાંકિત વ્યક્તિનું સમર્થન કરીશું.
ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તા પટ્ટાભી રામ કોમારેડ્ડીએ કહ્યું કે, સર્વસંમતિ ધરાવતા ઉમેદવારને જ સ્પીકર પદ મળશે. તેમણે કહ્યું કે, આ સંબંધમાં એનડીએ સહયોગીઓ સાથે બેસીને નક્કી કરશે કે સ્પીકર માટે અમારો ઉમેદવાર કોણ હશે. સર્વસંમતિ સધાય પછી જ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે અને ટીડીપી સહિત તમામ સાથી પક્ષો ઉમેદવારને સમર્થન આપશે.
બીજી તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, માત્ર TDP અને JDU જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતા લોકસભા સ્પીકર પદની ચૂંટણીને આતુરતાથી જોઈ રહી છે. જો ભાજપનો ભવિષ્યમાં કોઈ અલોકતાંત્રિક કૃત્ય કરવાનો ઈરાદો ન હોય તો તેમણે સ્પીકરનું પદ સાથી પક્ષને જ આપવું જોઈએ.
ગઠબંધનના સિદ્ધાંતને અનુસરીને 1998 થી 2004 સુધી અટલ બિહારી વાજપેયી સરકારમાં ટીડીપી અને શિવસેનાના સ્પીકર હતા અને 2004 થી 2009 સુધી યુપીએ સરકારમાં સીપીઆઈ(એમ)ના સ્પીકર હતા અને લોકસભાનું સારી રીતે સંચાલન કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ટીડીપી અને જેડીયુએ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં સરકારને તોડવા માટે ભાજપ દ્વારા કરાયેલા કાવતરાને ભૂલવું જોઈએ નહીં. આમાંના ઘણા રાજ્યોમાં સ્પીકરની ભૂમિકાને કારણે સરકાર પડી અને પક્ષો તૂટી ગયા.
2019 માં TDP રાજ્યસભાના 6માંથી 4 સાંસદો ભાજપમાં જોડાયા અને પછી TDP કંઈ કરી શકી નહીં. હવે જો ભાજપ લોકસભા સ્પીકરનું પદ જાળવી રાખે છે તો TDP અને JDUએ તેમના સાંસદોની હોર્સ ટ્રેડિંગ જોવા માટે તૈયાર રહેવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
