Lok Sabha Elections 2024: શિવસેના(યુબીટી)એ જાહેર કરી 17 ઉમેદવારોની યાદી, સાઉથ સેન્ટ્રલથી અનિલ દેસાઈને ટિકિટ
Shiv Sena (UBT) Candidate List: આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના ઉમેદવારોની પ્રથમ યાદી આજે, 27 માર્ચે જાહેર કરવામાં આવી હતી. પાર્ટીના નેતા સંજય રાઉતે ઉમેદવારોના નામની જાહેરાત કરી.
શિવસેના (UBT) નેતા સંજય રાઉતે લોકસભા ચૂંટણી માટે કુલ 17 ઉમેદવારોની યાદી શેર કરી છે. અનિલ દેસાઈ મુંબઈ દક્ષિણ મધ્ય સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડશે. સંજય રાઉતે સોશિયલ મીડિયા પર 17 ઉમેદવારોના નામની યાદી શેર કરી છે.

યાદી શેર કરતા રાઉતે લખ્યું, "શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદ અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવજી ઠાકરેના આદેશથી શિવસેનાના 17 લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. મુંબઈ દક્ષિણ મધ્યથી અનિલ દેસાઈની ઉમેદવારી જાહેર કરવામાં આવે છે."
हिंदूहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्ष प्रमुख श्री.उद्धवजी ठाकरे यांच्या आदेशाने शिवसेनेच्या 17 लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यास येत आहे..
— Sanjay Raut (@rautsanjay61) March 27, 2024
*मुंबई दक्षिण मध्य:श्री अनिल देसाई यांच्या उमेदवारीची घोषणा करण्यात येत आहे.
इतर 16 उमेदवार… pic.twitter.com/nPg2RHimSF












Click it and Unblock the Notifications
