કોંગ્રેસ-AAPમાં સીટ શેરિંગઃ દિલ્લી-ગુજરાત સહિત 5 રાજ્યોમાં ગઠબંધન, જાણો કોના ખાતામાં કેટલી સીટ

AAP-Congress Deal: લોકસભા ચૂંટણી-2024ને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી અંગેની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણી કરારને શનિવારે(24 ફેબ્રુઆરી)એ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં આ માહિતી આપી છે. બંને પક્ષોએ દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ, ગોવામાં ગઠબંધન કર્યું છે. દિલ્હીમાં AAP 4 અને કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ અને AAPએ પંજાબમાં અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

Congress and AAP

દિલ્લી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ચાર સીટો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ ત્રણ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. AAPના ઉમેદવારો નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને પૂર્વ દિલ્હીમાં ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારો ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં ચૂંટણી લડશે.

ગુજરાત

કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ મુકુલ વાસનિકે કહ્યું, "ગુજરાતમાં 26 લોકસભા બેઠકો છે. કોંગ્રેસ 24 પર ચૂંટણી લડશે. AAP બે લોકસભા બેઠકો ભરૂચ અને ભાવનગર પર ચૂંટણી લડશે.

ગોવા

મુકુલ વાસનિકે કહ્યું, "ગોવામાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસ લોકસભાની બંને બેઠકો પર ચૂંટણી લડશે."

ચંદીગઢ

વાસનિકે કહ્યુ કે, ''ચંદીગઢ પર લાંબી ચર્ચા કર્યા પછી, આખરે નિર્ણય લેવામાં આવ્યો કે કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી ચૂંટણી લડશે."

હરિયાણા

મુકુલ વાસનિકે કહ્યું, "હરિયાણામાં લોકસભાની 10 બેઠકો છે. કોંગ્રેસ 9 બેઠકો પર ચૂંટણી લડશે, AAP 1 બેઠક પર ચૂંટણી લડશે - કુરુક્ષેત્ર."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X