Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024: ચોથા તબક્કામાં 10 રાજ્યોમાં મતદાન, અખિલેશથી લઈ ઓવૈસીની અગ્નિપરીક્ષા

લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો અતિ મહત્વપૂર્ણ થનાર છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 સીટ પર મતદાન થઇ રહ્યું છે. આજના આ ચોથા તબક્કાના મેદાન-એ-જંગમાં અનેક દિગ્ગજોની કિસ્મતનો ફેસલો ઈવીએમ પેટીમાં કેદ થશે.

voting

17.7 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

ચોથા તબક્કામાં કૂલ 17.7 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ 92 હજાર મતદાન કેન્દ્રો પર કરશે. ચોથા તબક્કામાં 1717 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં કૂલ 19 લાખ મતદાન કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ તબક્કામાં કૂલ 8.97 કરોડ પુરુષ જ્યારે 8.73 કરોડ મહિલા મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચોથા તબક્કામાં 12.49 લાખ મતદાતા 85 વર્ષથી વધુ ઉંમર વર્ષનાં છે.

ચોથા તબક્કામાં કયા કયા દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા છે?

ચોથા તબક્કામાં અખિલેશ યાદવ યુપીની કન્નૌજ, અસાદુદ્દીન ઓવૈસી તેલંગાણાની હૈદરાબાદ સીટ, મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર, ગિરિરાજ સિંહ બિહારના બેગુસરાય, રાજીવ રંજન સિંહ બિહારના મુંગેર, ક્રિકેટર યુસુફ પઠાણ ટીએમસીની ટિકિટ પર પશ્ચિમ બંગાળના બહરામપુરથી અને શત્રુઘ્ન સિન્હા આસનસોલથી ચૂંટણી મેદાનમાં છે.

ચોથા તબક્કામાં કયા કયા રાજ્યોમાં ચૂંટણી છે?

ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25, બિહારની 5, ઝારખંડની 4, મધ્ય પ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઓરિસ્સાની 4, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશી 13, પશ્ચિમ બંગાળની 8 અને જમ્મુ-કાશ્મીરની એક સીટ પર મતદાન થશે.

અગાઉના તબક્કાઓની વાત

અત્યાર સુધીના ત્રણ તબક્કાની વાત કરીએ તો 19 એપ્રિલે થયેલા પહેલા તબક્કાના મતદાન પછી અત્યાર સુધી કુલ ત્રણ તબક્કામાં 285 સીટ પર મતદાન થઇ ચૂક્યું છે.

પાછલા બે તબક્કાની સરખામણીએ ત્રીજા તબક્કામાં સૌથી ઓછું મતદાન થયું. ત્રીજા તબક્કામાં 64.4 ટકા મતદાન થયું. જ્યારે પહેલા તબક્કામાં 66.14 અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું મતદાન થયું જ્યારે આસામમાં સૌથી વધુ મતદાન થયું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X