વાયનાડ બાદ હવે રાહુલ-પ્રિયંકા જશે અમેઠી-રાયબરેલી? રામલલ્લાના દર્શન કરીને આ દિવસે કરશે નામાંકન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે 26મી એપ્રિલે થવાનું છે. બીજા તબક્કામાં વાયનાડમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ગાંધી પરિવાર હવે ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો પર જશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા રામ લલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા જઈ શકે છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સૂત્રોએ દાવો કર્યો છે કે રાહુલ અને પ્રિયંકા નામાંકન પહેલા અયોધ્યા જઈ શકે છે અને રામ મંદિરમાં રામલલાના દર્શન કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ગાંધી અમેઠીમાં નોમિનેશન ભરવા જઈ રહ્યા છે અને પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીમાં નોમિનેશન ફાઈલ કરવાના છે. એક તરફ વાયનાડમાં બીજા તબક્કાના મતદાનમાં 26 એપ્રિલે મતદાન પૂર્ણ થશે, ત્યારે રાયબરેલી અને અમેઠી બેઠકો માટે નામાંકનની પ્રક્રિયા પણ શરૂ થશે.
રિપોર્ટ અનુસાર, સૂત્રોનો દાવો છે કે કોંગ્રેસ 30 એપ્રિલ પહેલા આ મામલે કોઈ ઔપચારિક જાહેરાત નહીં કરે. કોંગ્રેસ હાઈકમાન્ડ સહિત પાર્ટીના ઘણા નેતાઓ રાયબરેલી અને અમેઠીમાં ઉમેદવારોના મુદ્દે મૌન સેવી રહ્યા છે. રાહુલ ગાંધીને જ્યારે અમેઠી સીટ પરથી ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેમણે એમ કહીને પ્રશ્ન ટાળ્યો કે આ નિર્ણય પાર્ટી લેશે. પાર્ટી જે પણ આદેશ આપશે, તેઓ તેનું પાલન કરશે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે હું કોંગ્રેસનો સૈનિક છું અને મને જે આદેશ આપવામાં આવશે તેનું પાલન કરીશ.
ઈન્ડિયા ટુડેના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડવાનું નક્કી કરે છે, તો બંને નેતાઓ 1 થી 3 મે વચ્ચે પોતપોતાની બેઠકો પર નામાંકન દાખલ કરશે. બંને સીટો માટે નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે. 5માં તબક્કા હેઠળ 20 મેના રોજ બંને લોકસભા સીટ પર મતદાન થવાનું છે.
કોંગ્રેસના કમ્યુનિકેશન સેલના પ્રભારી જયરામ રમેશ અને અન્ય ઘણા નેતાઓએ રાહુલ અને પ્રિયંકાને આ બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. હાલમાં જ રાહુલના અમેઠીમાં જ્યાં તે રહે છે તેના ઘરની સ્વચ્છતાની તસવીરો પણ સામે આવી હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ગાંધી ભાઈ-બહેન અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
