Lok sabha Election 2024 : કંગના રાણાવતને હિમાચલ પ્રદેશની મંડી સીટથી ટિકીટ મળી, જાણો આ સીટ કેમ ખાસ?
બીજેપીએ લોકસભા ચૂંટણી માટે પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં હિમાચલ પ્રદેશની બાકીની બે બેઠકો માટે પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
બીજેપીએ અભિનેત્રી કંગના રાણાવતને મંડી સીટ પરથી ઉમેદવાર બનાવી છે. પાર્ટીએ કાંગડાથી રાજીવ ભારદ્વાજને ટિકિટ આપી છે. હાલમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ મંડી બેઠક પરથી સાંસદ છે.

મંડી હિમાચલ પ્રદેશની સૌથી મોટી લોકસભા સીટ છે. હિમાચલી બોલિવૂડ ગર્લ કંગના રાણાવત તેની ગ્લેમરસ ઇમેજ અને બીજેપી માટે સ્પષ્ટ સમર્થનને કારણે ટિકિટ મળવાની શક્યતા પહેલેથી જ હતી.
પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરને પણ મંડી સીટ પરથી ઉમેદવાર બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી હતી. પાર્ટીએ આખરે કંગના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ સીટ પર કોંગ્રેસે હજુ ઉમેદવારની જાહેરાત કરી નથી. મંડીના વર્તમાન સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસ તરફથી પૂર્વ મંત્રી કૌલ સિંહ ઠાકુર દાવો કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશના છ જિલ્લાઓમાં ફેલાયેલા મંડી સંસદીય ક્ષેત્રમાં 2019ની સામાન્ય ચૂંટણીમાં 17 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ભાજપના રામ સ્વરૂપ શર્મા રેકોર્ડ 68.62 ટકા મતો સાથે ચાર લાખથી વધુ મતોથી જીત્યા હતા.
2021ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની પ્રતિભા સિંહ અને ભાજપના રિટાયર્ડ બ્રિગેડિયર ખુશાલ ઠાકુર વચ્ચે મુકાબલો હતો. જેમાં પ્રતિભા સિંહનો વિજય થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
