બે મહારાણીને ઇન્દિરા ગાંધીએ કરી પાયમાલ, વેચવી પડી હતી સંપત્તિ
Lok sabha Election 2024: અલ્હાબાદ હાઈકોર્ટે 12 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને અમાન્ય જાહેર કરી હતી. આવી સ્થિતિમાં ઇન્દિરા ગાંધીએ સત્તામાં રહેવા માટે કટોકટી લાદી હતી.
ઈન્દિરા ગાંધીના નિશાને બે રાણીઓ હતી. જયપુરના રાજમાતા ગાયત્રી દેવી અને ગ્વાલિયરના રાજમાતા વિજયારાજે સિંધિયા. બંને વિપક્ષના અગ્રણી નેતાઓ હતા.
ઈમરજન્સી પહેલા જ શરૂ થઈ રેડ - રાજમાતા ગાયત્રી દેવીને હેરાન કરવાની પ્રક્રિયા ઈમરજન્સીની જાહેરાત પહેલા જ શરૂ થઈ ગઈ હતી. જયપુરના રાજવી પરિવારના દરેક ઘર, મહેલ અને ઓફિસ પર આવકવેરાના રેડ શરૂ થઇ ગઈ. ઈમરજન્સીની ઘોષણા સમયે, ગાયત્રી દેવી 56 વર્ષના હતા અને બોમ્બે (હાલ મુંબઈ)માં સારવાર લઈ રહ્યા હતા.

30 જુલાઈ, 1975ની રાત્રે જ્યારે તે દિલ્હીમાં તેના ઘરે પહોંચ્યા ત્યારે પોલીસે તેની ફોરેન એક્સચેન્જ અને એન્ટી સ્મગલિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. તેમની સાથે તેમના પુત્ર કર્નલ ભવાની સિંહને પણ પોલીસે કસ્ટડીમાં લીધો હતો.
તેમના પર આરોપ હતો કે, તેમની વિદેશ યાત્રામાંથી કેટલાક ડોલર બચ્યા હતા, જેનો હિસાબ તેમણે સરકારને આપ્યો ન હતો. બંનેને દિલ્હીની તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
વિજયરાજેને ખર્ચને પહોંચી વળવા વેચવી પડી મિલકત - 3 સપ્ટેમ્બર, 1975ના રોજ ગ્વાલિયરના રાજમાતા વિજયરાજે સિંધિયાને તિહાડ જેલમાં લાવવામાં આવ્યા હતા. તેમના પર આર્થિક ગુનાની કલમ પણ લગાવવામાં આવી હતી.
તેમના બેંક ખાતા સીલ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એવા તબક્કે પહોંચી ગઈ કે, તેમણે મિલકત વેચીને અથવા મિત્રો પાસેથી ઉધાર લઈને પોતાનો ખર્ચ પૂરો કરવો પડ્યો હતો.
વિજયરાજેના માટે તેમના મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવાનું એટલું સરળ ન હતું, કારણ કે ઈમરજન્સી દરમિયાન ધરપકડ કરવામાં આવેલા લોકોને જેણે પણ મદદ કરી હતી, તેને વહીવટીતંત્ર દ્વારા સજા કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
